Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જુ.]
મુઘલ બાદશાહના પૂર્વ સં૫ક.
૪િ૧ આ (સપ્ટેમ્બર ૨, ૧૫૭૩). બંડખોરોના નેતા મુહમ્મદ હુસેનને કેદ પકડી પાછળથી એની હત્યા કરવામાં આવી. સીદી ઉમરાવ ઈખ્તિયાર-ઉલ-મુલક માર્યો ગયે. નાસી ગયેલ બળવાખોરોને કેદ કરવા વિશ્વાસુ અમલદારોને મોકલવામાં આવ્યા. ઈડરના રાવે બળવાખોરોને મદદ કરેલી તેથી એને શિક્ષા કરવા અને બીજાને રાજપૂતને મનાવી લઈ એમની વફાદારી મેળવવા પણ આદેશ આપ્યા. | વિજય મેળવ્યા બાદ ૧૧ દિવસમાં જ અકબરે ગુજરાતની વ્યવસ્થા નક્કી કરી. અઝીઝ કોકાના કાકા ખાન-ઈ-કલન પાસે પાટણની જાગીર ચાલુ રહેવા દેવામાં આવી. વજીરખાનને ધોળકા અને ધંધુકાની જાગીર આપવામાં આવી.
ખ્વાજા ધિયાસુદ્દીન અલીને “અસફખાનનો ખિતાબ આપી દીવાન અને બક્ષી નીમ્યા. આમ અસફખાન ગુજરાતના સૂબેદારનો પહેલો દીવાન બન્યો. જૂનાગઢ પર કબજો જમાવી બેઠેલા અમીનખાન ઘોરીને હરાવી એની પાસેથી એ પ્રદેશ લઈ લેવા આદેશ આપ્યો એ પછી અકબર કડી સિદ્ધપુર શિરોહી અને અજમેરના ભાગે આગ્રા પહોંચ્યો (ઓકટોબર ૫, ૧૫૭૩). આમ આ ચડાઈમાં ઝડપી કચ કરવી, વિજય મેળવવો, વહીવટી વ્યવસ્થા કરવી–એ બધું ૪૩ દિવસમાં આટોપી લેવા બદલ અકબરની કાર્યદક્ષતા અને કુનેહશક્તિ ની પ્રશંસા કરવામાં આવે છે ને આથી એ ચડાઈ “ઝડપી ચડાઈ ” તરીકે ઓળખાય છે.
ગુજરાતમાંથી પસાર થતાં સિદ્ધપુર ખાતે અકબરને વડનગરનો કિલ્લો જીતી લેવાયાના સમાચાર અપાયા. જયપુર રાજયમાં સંગનેર ખાતે મળવા આવેલા ટોડરમલને અકબરે ગુજરાતના જિતાયેલા પ્રાંતની જમીન-મહેસૂલની જમાબંધીનું કામ કરવા અને એની વિગત પિતાની પાસે રજૂ કરવા ફરમાન કર્યું. આગ્રા પહોંચ્યા પછી અકબરને ઈડરના રાવ નારણદાસ અને ઉદેપુરના રાણુએ શરણું. ગતિ સ્વીકાર્યાના સમાચાર અપાયા. ટોડરમલે પણ ગુજરાતમાં જમાબંધીનું કાર્ય પતાવી, આગ્રા આવી બધી વિગત શાહી દફતરખાનામાં પેશ કરી.૧૪
આમ ગુજરાત સલ્તનતનો સત્તાવાર અંત ૧૫૭૩ આખરમાં આવી ગયા અને ગુજરાત મુઘલ સામ્રાજ્યનો સૂ(પ્રાંત) બની ગયું.
પાદટીપ 1. E. C. Baylay, History of Gujarat, p. 278 and note;-cited by
M. S. Commissariat, History of Gujarat. Vol. I, p. 281