Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પશુ]
સમકાલીન રાજ્યે
[૧૨૭
૧૭૨૬ માં રાણા ખીમાજીએ માધવપુર-ઘેડના કિલ્લા દેસાઈએ પાસેથી ખરીદી લીધા અને પેાતાની હદ દક્ષિણમાં ધેડના દક્ષિણ-પશ્ચિમ નાકે આવેલા માધવપુરઘેડ સુધી સ્થિર કરી લીધી, ઈ.સ. ૧૭૨૫ માં સરમુલ દુખાન ગુજરાતના સૂબેદાર બન્યા. એ પછી પેશકશી ઉધરાવવા આવ્યા ત્યારે શેરખાન બાબીએ એને માધવપુર-ઘેડને કબજો લેવામાં મદદ કરી. ત્યાંનેા થાદાર રહેાડદાસ એ સમયે માર્યાં ગયેા. એ સમયે શ્રી માધવરાયજી ત્રિકમરાયજીની મૂર્તિ એના બચાવ માટે ૪૦,૦૦૦ કારી આપવામાં આવી હતી.
સરખુલંદખાન ત્યાંથી આગળ વધી છાયા ઉપર ચડાઈ લઈ ગયા ત્યારે રાણા પ્રથમ સમુદ્રમાર્ગ સલામત સ્થળે નીકળી ગયા અને એણે એક લાખ કેારીને દંડ ભરી છાયાનેા કિલ્લા મેળવ્યેા, માધવપુર પણ મળી ગયું.
ખીમેાજ ૪ થા ઈ.સ. ૧૭૩૪ માં અવસાન પામતાં એના પુત્ર વિકમાતજી ૫ મેા (૧૭૪) સત્તા ઉપર આવ્યા. આ રાણાએ ઈ.સ. ૧૭૪૮ માં કુતિયાણાંના કસ્બાતીને હરાવી ત્યાંના કિલ્લા બજે કર્યાં. એના અવસાને ઈ.સ. ૧૭૫૭ માં સરતાનજી ૨ જો સત્તા પર આવ્યું.૨૦
૩. ઝાલા વંશ
(૧) હળવદ-ધ્રાંગધ્રાના ઝાલા
અકબરે ઈ.સ. ૧૫૭૩ માં ગુજરાત કબજે કર્યું ત્યારે માનસિ ંહજી (ગ્રંથ ૫, પૃ. ૧૭૫) નહિ, પણ ઈ.સ. ૧૫૬૪ માં જ માનિસ ંહજીના અવસાને સત્તા પર આવેલા રાયસિંહજી હળવદમાં હતા. રાયસિંહજીનું મૃત્યુ ધાંટલીના રણક્ષેત્રમાં ઈ.સ. ૧૫૮૪ માં થયું અને કુમાર ચંદ્રસિંહજી સત્તા ઉપર આવ્યા.૨૧ રાયસિંહજીના અવસાન પછી વાંકાનેર વઢવાણુ લખતર ચૂડા અને સાયલાની ઝાલાશાખાએ અસ્તિત્વમાં આવી.
સુબ્રલ સખેદાર સાથે વાંધા પડતાં શિયાણીના અદજી ચંદ્રસિંહને આશરે આવી રહ્યો, પણ યુવરાજ પૃથ્વીરાજ અને અદાજી વચ્ચે સધ જાગતાં, ચંદ્રસિંહ વચ્ચે પડતાં યુવરાજ વઢવાણુ જઈ રહ્યો. એણે વઢવાણ નજીકથી પસાર થતે શાહી ખાને લૂટયો અને પરિણામે મુઘલ સત્તાનેા કેદી બન્ય, પણ એણે જ મુસ્લિમ સત્તાને ખંડણી વસૂલ કરવામાં મદદ કરી, આવા એક સંધર્ષમાં અદેછ માર્યાં ગયા. પૃથ્વીરાજને રાજ્ય ન મળે અને નાના આસકરણજીને મળે એ માટે પૃથ્વીરાજને દિલ્હી પકડી લઇ જવામાં આવ્યા, જ્યાં એનું મૃત્યુ થયું.૨૨
રાજા ચંદ્રસિંહજીના અવસાને ઈ.સ. ૧૯૨૬માં આસકરણજી સત્તા પર આવ્યા. નાના ભાઈ અભેસિંહજીને થાન ગરાસમાં મળતાં થાન-લખતરનું ઝાલા