Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૦૪].
મુઘલ કાલે
આવે. સૌ પ્રથમ તે હાલનું પાટણ અમદાવાદ પછી વસ્યું અને અમદાવાદમાં એનું અનુસરણ નથી એના પુરાવા તપાસાએ.
સુલતાનના સમયમાં અમદાવાદના દિલ્હી દરવાજાનું નામ “ઈડરિયો દરવાજે હતું ને અકબરે એ શહેર જીત્યા પછી એ દરવાજાનું નામ “દિલ્હી દરવાજો” પડયું, એટલે પાટણને દિલ્હી દરવાજે અકબરના શાસનકાલમાં કે પછી થયો હોવાને વધુ સંભવ છે.
અકબરના માનમાં અમદાવાદના રાજમહાલયમાં કાટના દરવાજાની આગળ દરવાજે કરવામાં આવ્યું ને એની હરોળમાં આઝમખાને સરાઈ બંધાવી એ જાણીતું છે. એ સમયે ગુજરાતમાં કેટલાક કિલો “ ભદ્ર ” નામે ઓળખાતા. એનું મુખ્ય કારણ એ મનાય છે કે એ કિલ્લાઓના પ્રવેશદ્વાર પાસે ભદ્રકાળીનું સ્થાનક હતું, પરંતુ વધુ સંભવિત એ છે કે આ કિલાઓની આજના ભદ્ર અર્થાત “સર્વતોભદ્ર' પ્રકારની હતી. પાટણમાં પણ એના પછી–અમદા ાદ પછી કિટલે બનવાને કારણે એને “ભદ્રનો કિટલે” નામ અપાયું.
પાટણના ત્રણ દરવાજા અને અમદાવાદના ત્રિપોલિયા–ત્રણ દરવાજામાં રચનાકાલની દૃષ્ટિએ ઘણો મોટો તફાવત છે. પાટણના ત્રણ દરવાજાની રચના સ્પષ્ટતઃ પછીની છે.
અમદાવાદના કાટના અને પાટણના કેટના રચનાકાલમાં પાટણને કેટ મુઘલ સમયના અંત–લગભગ મરાઠા કાલ સુધી પહોંચે એટલે આધુનિક છે.
ભારતીય પુરનિવેશના નિયમો અનુસાર પાટણ એ સ્પષ્ટત: પત્તનમ્ નગરરચનાને પ્રકાર છે, જ્યારે અમદાવાદ દંડક અને કામુંકનું મિશ્રણ થઈ કાળે કરીને વિકસેલે મિશ્ર પુરસમૂહ છે.•
પાટણને અમદાવાદની જેમ બાર દરવાજા છે. એમાં ગૂગડી દરવાજાની બહાર જમણી બાજુના ગોખલામાં એક ફારસી શિલાલેખ હિ.સં. ૧૧૭૭ એટલે ઈ.સ. ૧૭૬૦ને છે તેમાં ખડકી-બારીના દરવાજાને જીર્ણોદ્ધાર કર્યાની નોંધ છે. ૧૧ આ ખડકી બારીનો દરવાજે ગૂગડી દરવાજાથી દોઢસો વાર દૂર હતો. આ બતાવે છે કે પાટણને કોટ ઈ.સ. ૧૭૬૦ પહેલાં અસ્તિત્વ ધરાવતો હતો.
ખાનસરોવર પરથી ઓળખાતો ખાનદરવાજે સ્પષ્ટપણે ખાનસરોવર નામ પ્રચલિત થયા પછી જ નામકરણ પામ્યો હશે એ નિર્વિવાદ છે આ ખાનસરોવર અકબરના દૂધભાઈ ખાન અઝીઝ કેકાએ, એ જ્યારે ગુજરાતને બીજી વારને સૂબેદાર (ઈ.સ. ૧૫૮૩-૮૯) હતા ત્યારે, બંધાવ્યું હતું, એ બતાવે છે છે પાટણને કોટ એ ગાળામાં કે એ પછી તરત થયું હોવાનો સંભવ ઘણો છે.