Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૬]
મુથ કાલ
તથા તારણે ૫ર ૫ણ વિષ્ણુનાં શિલ્પ કંડારવામાં આવ્યાં છે. દેવીઓનાં શિલ્પમાં ઈંદ્રાણી સ્વાહા યમી તથા વૈષ્ણવી દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોને સમાવેશ થાય છે. ઉપર ત વિવિધ નૃત્યમુદ્રાઓમાં સુંદર અલંકારોથી શોભિત દેવાંગનાઓનાં શિ૯૫ તથા ધોતી પહેરેલા, દાઢીવાળા કે દાઢી વગરના કમંડલુ ધારણ કરેલા તાપ(સાધુઓ)નાં શિલ્પ પણ ધ્યાન ખેંચે છે. આ મંદિરના જુદા જુદા નરથરમાં રામાયણ ભાગવત તથા પુરાણોના પ્રસંગોને આવરી લેતી શિ૯૫૫ફ્રિકાઓ (આ. ૩૯-૪૦) વિશેષ મહત્ત્વની છે. જેમાં રામવનવાસ, વાનરસેના સાથે ધનુષબાણથી સજજ રામ, સાત વૃક્ષોને એક જ બાણથી વીંધતા રામ, સુવર્ણમૃગ અને મારીચવ, સીતાહરણ, રાવણજટાયુયુદ્ધ, લંકા પર રામની ચડાઈ, કુંભકર્ણની ઘોર નિદ્રામાંથી જાગૃતિ, લંકાવિજય પછી રામ-સીતા મિલાપ વગેરે રામાયણનાં દશ્ય આપેલાં છે. ભાગવતનાં દોમાં નવજાત શિશુ બાલકૃષ્ણને ટોપલામાં લઈને વસુદેવનું ગોકુલગમન, ગેકુલમાં કૃષ્ણ જન્મોત્સવ, પૂતનાવધ, કાલીયમર્દન, યમલાજુન વૃક્ષોનો ઉદ્ધાર, દાણલીલા, વસ્ત્રરહરણ વગેરે કથાનકવાળી શિલ્પાદિકાઓને સમાવેશ થાય છે. આ સિવાય બીજા પણ અનેક પૌરાણિક અને સામજિક પ્રસંગોને શિલ્પ-પટ્ટિકામાં કંડારવામાં આવ્યા છે. કલાકારોએ આ બધાં શિપમાં પરંપરાનું ઠીક ઠીક અનુકરણ કર્યું છે. એ દ્વારા તત્કાલીન વેશભૂષા વિશે જાણકારી મળે છે.'
આ કાલનું બીજું ભવ્ય મંદિર છે દ્વારકાધીશનું જગતમંદિએની મુખ્ય મૂ ડુંગરપુરના શ્યામ પાષાણની બનેલી ૬૯ સે.મી. ઊંચી ત્રિવિક્રમ સ્વરૂપની છે. એમના હાથમાં અનુક્રમે પદ્મ ગદા ચક્ર અને શંખ છે. આ ઉપરાંત ગર્ભગૃહમાં જ દીવાલેના ભગવાક્ષમાં પૂર્વ તથા દક્ષિણે ત્રિવિક્રમની તથા ઉત્તરે લક્ષ્મીનારાયણની યુગલમૂર્તિ આવેલી છે, જ્યારે મંડોવર ( બહારની દીવાલો)નાં ગવાક્ષોમાં અષ્ટદિકપાલ કંડારેલ છે. અગ્નિકોણથી શરૂ કરતાં અનુક્રમે અગ્નિ (ખંડિત), ઈંદ્ર (ઉપલા બે હાથમાં અંકુશ અને વજ), ઈશાન (ઉપલા બે હાથમાં ત્રિશળ અને સર્ષ), કુબેર (ઉપલા બે હાથમાં અંકુશ અને દ્રવ્યનિધિ તથા જમણી બાજુ વાહન હાથી), વાયુ(હાથ ખંડિત, પણ વાહન હરણ સ્પષ્ટ), વરુણ (હાથ ખંડિત), નિતિ તથા યમ (એક હાથમાં કુટ) આવેલા છે. આ પ્રકારનું શિલ્પસુશોભન મંડોવરના ચાર ભજલાઓના પ્રતિરથાદિ ગવાક્ષમાં પણ જોવા મળે છે. મંદિરના પશ્ચિમ તરફના ગવાક્ષમાં બેઠેલા ચતુર્ભુજ વિષ્ણુનું સુંદર શિ૯૫ આવેલું છે, જ્યારે શૃંગારચોકીઓમાં ભદ્રભાગનાં સૌથી ઉપરનાં મથાળાં વ્યાલ-શિલ્પોથી સુશોભિત છે."
જગતમંદિર સિવાય ત્યાં ત્રિવિક્રમજી વેણીમાધવ પ્રદ્યુમ્નજી પુરુષોત્તમજી વગેરે મંદિર પણ આવેલાં છે. આ મંદિરની સેવ્ય પ્રતિમાઓ પણ આ જ સમયની છે.