Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫મુ .
ચિત્રકલા
૪િ
શાક્ત પોથીની ચિત્રકલા
મધ્યકાલીન ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ નામાંકિત હતી ઃ (૧) આરાસુરનાં અંબાજી, (૨) પાવાગઢનાં મહાકાલી અને (૩) ઉત્તર ગુજરાતનાં બહુચરાજી.. શક્તિનો મહિમા વર્ણવતી દેવી–મહામ્ય અથવા દુર્ગા સપ્તશતીની કાગળ પર ચીતરેલી પોથીઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે જે એ સમયના ગુજરાતમાં શક્તિ-પૂજાને મહિમા કે હતો એને ખ્યાલ આપે છે. ગુજરાતમાંથી એ દેવી માહામ્યની જૂનામાં જૂની ઉપલબ્ધ પિથી વડેદરાની આર્ટ ગેલેરીના સંગ્રહમાં છે, જેમાં બાર ચિત્ર આલેખેલાં છે. આ પોથીને સમય ઈસવી સનના ૧૫ મે. સૈકે છે.૨૯ આ માહાભ્યની ૧૭મા સૈકાની ત્રણ પ્રત પાલનપુરના નવાબ સાહેબના સંગ્રહમાં છે.૩૦ ૧૭મા સૈકાની દેવી માહાસ્યની ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલી ચિત્રિત પિથી ભારત કલા ભવન, બનારસના સંગ્રહાલયમાં છે. આ પોથીનાં ચિવ ગુજરાતમાં આ યાનગરમાં ચીતરવામાં આવ્યાં હતાં. આ સ્થળ વિશે હજુ સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી. દક્ષિણ ગુજરાતમાં સૂર્યપુર(સુરત)માંથી દેવી–માહામ્યની ૫૦ ચિત્રોવાળી એક પ્રત પ્રાપ્ત થઈ છે. આ પ્રત વિ.સં. ૧૭૭૬(ઈ.સ. ૧૭૨૦ )ના સમયની છે. એનાં ચિત્રોમાં ગુજરાતી શૈલીની પરંપરા જળવાયેલી જોવા મળે છે. આ પ્રત હાલમાં મુંબઈના પ્રિન્સ ઓફ વેસ. મ્યુઝિયમમાં સંગૃહીત થયેલી છે. આ માહામ્યની બે પ્રતો અમદાવાદના શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં છે જેમાં કઈ સમયનિર્દેશ આપેલ નથી. ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા બ્રાહ્મણ પંડિતો પાસે. પણ આવા માહાસ્યની ચિત્રિત પોથીઓ છે જે એની લેકપ્રિયતાનો પુરાવો છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગુજરાતના સમાજજીવનમાં શક્તિ અને તેનાં વિવિધ સ્વરૂપોને ઘણે મહિમા હશે. ખાસ કરીને નવરાત્રના દિવસોમાં એનું ભાવને ધણું થતું હશે.
મુઘલ સમયમાં પ્રાપ્ત થતી આ બધી ચિત્રિત પોથીઓ ઉપરથી આપણે કહી શકીએ કે પાટણ અમદાવાદ માતર ખંભાત સુરત વ્યાઘસેનપુર વડનગર ચાંપાનેર ગંધાર(ભરૂચ પાસે)નું બંદર ઈડર વઢવાણ જામનગર અ જાર ભૂજ વગેરે અગત્યનાં કલાકેંદ્ર હશે.
૨. ભિનિથિ. મુઘલકાલમાં ગુજરાતનાં જૈન અને હિંદુ મંદિરોમાં તેમજ રાજવીઓના રાજમહેલોમાં ભિતિચિત્રોનું આલેખન થયેલું જોવા મળે છે. આ ઉપરાંત