Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મું].
ચિત્રકલા
[૪૮૯
કાંકરોલીના વ્રજભૂષણલાલજીના સંગ્રહમાં “ભાગવત દશમસ્કંધ'ની એક ચિત્રિત પરથી છે, જેના છેલ્લા પાને ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા આલેખ્યા છે. વર્ણ આયોજન, અલંકાર તેમ જ કેશરચનાની દષ્ટિએ આ ચિત્રમાં જૂની પશ્ચિમ ભારતની ચિત્રશૈલીની પરંપરા જળવાયેલી જોવા મળે છે. આ પોથીને સમય આશરે ૧૬ મા સૈકાને મધ્યભાગ કે એ પછીને મનાય છે. ૨૧
દશમરકંધની શ્રીધરની ગુજરાતીમાં ભાવાર્થ–ટીકાવાળી એક ચિત્રિત પોથી જોધપુરમાંથી મળી છે, જેમાં દરેક ચિત્રની વિગતે વર્ણવવામાં આવી છે. આ પોથીને સમય ઈ.સ. ૧૬૧૦ છે. પિથીનાં ચિત્ર ચિત્રકાર નારદપુત્ર ગેવિંદે આલેખ્યાં છે, જેનો ઉલ્લેખ તેના છેલ્લા પાને કરવામાં આવ્યો છે. ૨૨ ડે. મંજુલાલ મજમુદારે આ પોથીનાં ચિત્રોને સૌ પ્રથમ પ્રસિદ્ધિ આપી છે. આ શૈલીના ચિત્રનું ‘ભાગવત’નું એક પાનું પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરાના સંગ્રહમાં છે, જે ઈ.સ. ૧૬૧૦ માં ચિતરાયેલી પ્રતિમા પાના તરીકે ખરીદવામાં આવ્યું છે. આ પાનનું ચિત્ર છે. ઉમાકાન્ત શાહે “રવાધ્યાયના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ કર્યું છે. ૨૪
મુઘલ કાલમાં ગુજરાતના સમાજજીવન પર કવિ જયદેવના " ગીતગોવિંદ નાં ભક્તિ અને શૃંગારી કાવ્યોની ઘણી અસર હતી, જેનો પુરાવો ગુજરાતમાંથી પ્રાપ્ત થતી ગીત-ગોવિંદની ચિત્રિત પોથીઓ છે. આ કાવ્યની સૌથી જૂનામાં જૂની ઉપલબ્ધ પિથી પાવાગઢના પૂજારી પંડિત બાલાશંકર ભટ્ટજી અગ્નિહોત્રી પાસે છે. આ પોથીમાં કુલ સાત ચિત્ર છે, જેને સમય ડે. મંજુલાલ મજમુદાર ૨૫ પંદરમા સૈકાને મધ્ય ભાગ ગણાવે છે જ્યારે શ્રી. નાનાલાલ મહેતા તેને ૫ દરમા સૈકાના ઉત્તરાર્ધમાં મૂકે છે.
કવિ જયદેવના ગીત-ગવિંદની કથાવસ્તુ પર આધારિત દૂતિકા-આગમનનું એક ચિત્ર શ્રી નાનાલાલ મહેતાના સંગ્રહમાં છે. આ ચિત્રને સમય આશરે ઈ.સ. ૧૫૯-૧૬૦૦ નો મનાય છે. ૨૭ | ગીત-ગોવિંદની એક દશાવતાર-ચિત્રિત પિથી પાટણમાંથી છે. કાંતિલાલ - બ. વ્યાસને પ્રાપ્ત થઈ છે. આ પિોથી ભાષાસ્વરૂપ ઉપરથી ૧૭ મા સૈકાની હોવાનું તેઓ માને છે. ૨૮ આ પ્રત એ એક સ્વતંત્ર ચિત્રપોથી (Album) હેય તેમ જણાય છે. એનાં ચિત્રોમાં રંગ અને રેખાનું અજબ માધુર્ય પ્રગટ થતું જણાય છે. ચિત્રમાં કલાકારે પાત્રોનું સંજન આયોજનપૂર્વક કરેલું છે. એમાં વર્ણોનું