Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૮] મુઘલ કાલે
[5. અમદાવાદમાં દેશના પાડાના ભંડારમાં સંગૃહીત થયેલી હરિબલ ચૌપાઈની પોથીમાં પણ આ સમયનાં ચિત્ર છે. આ ચૌપાઈની રચના આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય પંડિતવર્ય સિંહવ્યાસના શિષ્ય જિનવિજયે વિ.સં. ૧૭૪૪ (ઈ.સ. ૧૬ ૮૭)માં કરી છે, જેમાં માછીમાર હરિબલ અને જૈન મુનિ ધીવરની કથા આલેખવામાં આવી છે. ૫
૧૬ મા સૈકાની ગુજરાતી શૈલીનાં ચિત્રોવાળી “રાજકીય સૂત્ર'ની એક પ્રત મુનિશ્રી પુણ્યવિજયના સંગ્રહમાં છે. આ પ્રતમાં એને કાઈ સમયનિર્દેશ આદિ કે અંત ભાગમાં મળતો નથી. આમ છતાં લિપિ અને અક્ષરાના ભરડ તેમજ ભાષાની લઢણ ઉપરથી એનો સમય છે. ઉમાકાન્ત શાહ ઈ.સ. ૧૬૦૦ કે એ અગાઉનો મૂકે છે. આ પ્રતમાં આલેખાયેલી સાધુની આકૃતિઓ માતરમાંથી પ્રાપ્ત થયેલી સંગ્રહણીસત્રની આકૃતિઓ અને વડોદરા સંગ્રહાલયની ઉત્તરાધ્યયનસૂત્રની આકૃતિઓ સાથે ખૂબ જ મળતી આવે છે. ૭
ચણવ પથીના ચિત્રકલા
ગુજરાતમાંથી ગીતગોવિંદ, બાલગોપાલ સ્તુતિ અને ભાગવત દશમસ્કંધની ચિત્રિત થિીઓ પ્રાપ્ત થઈ ન હતી ત્યાં સુધી એમ મનાતું હતું કે પશ્ચિમ ભારતની લધુ ચિત્રકલા માત્ર જૈનધર્માવલંબી છે. ઈ.સ. ૧૯૨૯માં બાલગોપાલ સ્તુતિની ચિત્રિત થી મળી આવી અને કલાવિવેચકોને આ ખ્યાલ બદલવો પડ્યો. આ પથીની હસ્તપ્રત હાલમાં બેટન સંગ્રહાલયમાં છે, જેમાં ૪૦ ચિત્ર છે. પ્રો. ડબલ્યુ. બર્મન બ્રાઉન આ પિથીનો સમય ઈસવી સનના પંદરમા સૈકાને મુખ્ય ભાગ ગણે છે.૧૮ આ પોથીની બીજી એક પ્રત વડેદરાના સંગ્રહાલયમાં છે, જેનાં ચિત્ર બેસ્ટનમાં સચવાયેલી હસ્તપ્રત સાથે સામ્ય ધરાવે છે. ૧૯ સને ૧૯૩૨ માં આ પોથીની બે પ્રત અમદાવાદમાં શુક્રવારની ગુજરીમાંથી ડે. ભોગીલાલ સાંડેસરાને પ્રાપ્ત થઈ અને એનાં ચિત્રોની વિગતો ડે. મંજુલાલ ર. મજમુદારે સને ૧૯૩૩માં વડોદરામાં ભરાયેલી સાતમી અખિલ ભારતીય પ્રાચવિદ્યા પરિષદ (All-India Oriental Conference) સમક્ષ પિતાના શોધનિબંધમાં પ્રસિદ્ધ કરી.૨૦ ડૉ. મંજુલાલ મજમુદારે આ પિથીની એક બીજી પ્રત ખેડા જિલ્લાના પેટલાદ ગામેથી રાજરત્ન નારાયણભાઈ સંસ્કૃત પાઠશાળામાંથી પ્રાપ્ત કરી છે. આ પોથીમાં કુલ ૨૯ ચિત્ર છે, જેને સમય ૧૭ મા સૈકાને પૂર્વાધ મનાય છે.