Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મુ’]
ચિત્રકલા
[૪૮૭
દેખાય છે. મુઘલ અધિકારીની પાધડી અને પાયજામા તે સમયની મુધલ દરબારી વેશભૂષાનો ખ્યાલ આપે છે. આચાર્યંતે જૈન મુનિની સાથે ઉપાશ્રયમાં મળવા માટે મુઘલ અધિકારીએ પગમાં પગરખાં રાખ્યાં નથી એ વાત ધ્યાન ખેંચે એવી છે (આ. ૬૦).
આ ચિત્રામાં આલેખાયેલાં પાત્રોનું નિરૂપણુ સ્પષ્ટ અને આખે છે. વળી નોંધપાત્ર હકીકત એ છે કે દરેક પાત્રની ઉપર એનું નામ કાળી શાહીથી લખેલુ છે. આ કારણથી આ ચિત્રની ઐતિહાસિક અગત્ય ઘણી વધી જાય છે. બાદશાહી ચિત્રકાર શાલિવાહન પાતે જ આ ચિત્રની ભાવાભિવ્યક્તિ બાબતમાં માંધ્યુ છે કે *ઉસ્તાદ શાલિવાહન બાદશાહી ચિત્રકાર છે. એણે એ સમયે જોયા એવા જ આમાં ભાવ રાખ્યા છે,’૧૧
(
શ્રી જિનસિંહસૂરિના શિષ્ય મતિસારે રચાયેલ ધન્ના સાલિભદ્રરાસ 'નાં ચિત્ર પણ જહાંગીરના દરબારી ચિત્રકાર શાલિવાહને આલેખ્યાં છે. આ રાસ લકત્તાના જમીનદાર બાબુ બહાદુરસિંહજી સિંઘીના સંગ્રહમાં છે. આ રાસની હસ્તલિખિત પ્રત શ્રી જિનવિજયજી દ્વારા શ્રી સારાભાઈ નવાબને જોવા મળેલી. આ પ્રતનું લખાણ દેવનાગરી લિપિમાં જૂની ગુજરાતી ભાષામાં છે. એમાં કુલ ૨૬ પૃષ્ઠ અને ૩૯ સુંદર રંગીન ચિત્રા છે. આ પ્રતની પ્રશસ્તિમાં એના જ રચયિતા લેખક અને ચિત્રકારની વિગતે આપવામાં આવી છે જે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની છે. આ રાસનાં ૩૯ ચિત્રા પૈકીનાં ચાર ચિત્ર પ્રસિદ્ધ થયાં છે. ૧૨
આ સમયમાં મહાકવિ કાલિદાસનાં મેશ્વદૂત અને કુમારસંભવ જેવી જૈનેતર રચનાઓમાં પણ ચિત્ર આલેખવામાં આવતાં હતાં. આ રચનાઓની હસ્તપ્રતમાં એની નકલ કરનારનું નામ, એના ગુરુનુ નામ, ગચ્છનું તેમજ સ્થળનું નામ વગેરે વિગતે આપેલી ડાય છે. ‘ મેધદૂત ’ની નકલ પ ંડિત ઉદયષે વિ.સં. ૧૭ર૬(ઈ.સ. ૧૬૭૦)ની સાલમાં આસણીકેાટ્ટ(દેવીકેટ, રાજસ્થાન)માં કરી હતી. આ ચિત્રિત ૯ હસ્તપ્રત અમદાવાદના લા. દ. ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહીત છે. ૧૩
આ જ સમયમાં ચિત્રિત અને નકલ કરાયેલી કુમારસંભવ ’ની હસ્તપ્રત પણ આ સંસ્થામાં સંગૃહીત કરવામાં આવી છે. એની સ્થાપના વિ. સં. ૧૭૦૧(ઈ.સ. ૧૬૪૪)માં શ્રી લાભકતિ ગણિના શિષ્ય પંડિત હંસામે નૌતનપુર (જામનગર) માં કરી હતી,૧
"