Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૨] મુઘલ કાલ
[ પરિ... - વગેરે હતા, એમના આવવાથી શહેરમાં રહેવાની આરામદાયક જગ્યા શોધવાનું મુશ્કેલ બનતું. સુરતના કેટલાક અતિ ધનાઢ્ય લોકોની વાત કરતાં એ વીરજી. વેરા નામના વણિકને ઉલ્લેખ કરે છે અને એને પિતાના મિત્ર તરીકે ઓળખાવે છે. સુરતને કોટવાળ પિતાની ફરજે કેવી રીતે બજાવે છે અને કાયદો તથા શાંતિ જાળવવા માટે એ શું કરે છે એનું વર્ણન પણ એણે કરેલું છે. ખોટી ફરિયાદ કરનારને કડક શિક્ષા કરવામાં આવતી હતી. એક આર્મેનિયન શ્રીમંત વેપારી
ખ્વાજા મિનારો કરેલી ફરિયાદ પરથી કેટવાળ કેવી રીતે એની તપાસ કરવા માગતો હત એ જાણી, ગભરાઈ એ વેપારીએ પિતાની ફરિયાદ પાછી ખેંચી લીધાને પ્રસંગ ટાંકવામાં આવ્યા છે. ૨૧
૧૬૪૦ માં સુરતમાં સ્થપાયેલા કેપુચીન મિશનના ફેન્ચ વડા ફાધર એસની નીડરતા અને પરોપકારવૃત્તિને ઉલેખ કરી દૈને કહે છે કે ૧૬૬૪ ની સુરતની ચડાઈ વખતે ફાધર એસ શિવાજી પાસે ગયો હતો અને પિતાના મઠને લૂંટફાટ કરવામાંથી બાકાત રાખવા માગણી કરી શિવાજી પાસેથી વચન લીધું હતું. પરિણામે સુરતની લૂંટમાં મઠ બાકાત રહ્યો હતો. સુરતમાં લોકે માટે આનંદપ્રદનાં કેવાં સ્થળ હતાં એનું વર્ણન ઘેનોએ કર્યું છે. એમાં બેગમવાડીને ખાસ ઉલ્લેખ કરે છે. ઔરંગઝેબની બહેન જહાંઆરા બેગમને સુરત જાગીર તરીકે આપવામાં આવ્યું હતું. એના પરથી સુરતને એક પરાવિસ્તાર “બેગમપુરા” નામથી જાણીતા બન્યો. ત્યાં જે બાગ બેગમવાડી). બનાવવામાં આવ્યું તે વિસ્તારમાં ઘણો મોટો, પાણીના ટાંકાની સગવડવાળે અને મધ્યમાં ચારે દિશામાં પ્રવેશદ્વાર હોય તેવા મકાનવાળો હતોબૅનેએ ગેપીતળાવની બાંધણીનું અને લોકો માટે એ તળાવ કેવું ઉપયોગી હતું એનું વર્ણન. કર્યું છે. અગાઉના પ્રવાસીઓની જેમ આ પ્રવાસીએ પણ તાડવૃક્ષો અને તાડી વિશે લખ્યું છે. એણે નીર (તાજી તાડીને રસ) તેમજ આથે આવેલી તડી. પીધી હતી.
સુરતને વેપારઉદ્યોગ કેવા ધીકતા પ્રમાણમાં ચાલતો હતો એની ચર્ચા કરી વેને જણાવે છે કે ત્યાં અગ્નિએશિયાના ટાપુ દેશનો માલ તેમ કાપડ આવવા ઉપરાંત યુરોપ અને ચીનને માલ વેચાવા માટે આવત. શૈવેને સુરતથી અમદાવાદ જવા જે માર્ગે નીકળે તે નોંધવા જેવો છે. ભરૂચ આવતાં ત્યાંના ભવ્ય કિલ્લાને નિર્દેશ કરી નર્મદાનું પાણી કાપડ નિખારવા માટે પ્રચલિત હતું અને
ત્યાં મુઘલ સામ્રાજ્યના તમામ ભાગોમાંથી કાપડ લાવવામાં આવતું હતું એમ એ જણાવે છે. ભરૂચથી એ આગળ વધ્યા. ઢાઢર નદી ઓળંગી મહી નદીના