Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શિષ્ટ).
યુરેપીય પ્રવાસીઓએ કરેલી નોંધ
[૪૯૭
દરમ્યાન એને વલંદા અને અંગ્રેજ કાઠીઓના પ્રમુખે તરફથી માનભર્યા આતિથ્યને લાભ મળ્યો. શહેરની પ્રજા વિશે એ જણાવે છે કે શહેરમાં મુઘલ શાસન હેવા છતાં ત્યાંના બધા જ લેક સમાનતા ભોગવતા. એમને સામાન્ય વ્યવસાય કરવાની અને સંપત્તિ ભેગી કરવાની સ્વતંત્રતા હતી. પ્રજાના વર્ગો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તે નહિ. શહેરમાં મુસ્લિમે કરતાં હિંદુઓની વસ્તી વધુ હતી. મુસ્લિમો શાસક વર્ગની જાતિના હોવાથી એમને થોડા વધુ અધિકાર રહેતા. સર ટોમસ રોએ એની નંધમાં ગોપીતળાવને થડે ઉલ્લેખ કર્યો હોત, પરંતુ ડેલા વાલે એનું લાંબુ વર્ણન આપે છે. એમાં તળાવની બાંધણી, એમાં લાવવામાં આવતાં પાણી અને એને બંધાવનાર મલિક ગોપી વિશે માહિતી આપે છે. સુરતમાં પ્રખ્યાત બગીચાની મુલાકાત લેતાં ત્યાં કેવા પ્રકારના વિવિધ છોડ હતા એનું વર્ણન પણ એણે કર્યું છે. સુરતની કોઠીઓમાં રહેતા અંગ્રેજો અને વલંદા કેવા વૈભવથી અને સ્વતંત્રતાથી રહેતા હતા એને ઉલ્લેખ કરીને ડેલા વાલે કહે છે કે મુસ્લિમ સૂબેદાર તરફથી એમને કોઈ હેરાનગતિ કરવામાં આવતી ન હતી.
ડેલા વાલેએ ખંભાતની ખ્યાતિ ભારતના સૌથી પ્રાચીન શહેર તરીકે સાંભળી હોવાથી એ ત્યાં જવા નીકળ્યો. માર્ગમાં એ ભરૂચ રોકાયા. ત્યાં રહેતા વલંદાએએ એનું સ્વાગત કર્યુંભરૂચનું વર્ણન કરતાં એ જણાવે છે કે એ શહેર ઊંચી ટેકરી પર પ્રમાણસરની મોટી દીવાલ વડે રક્ષાયેલું હતું. એ સુતરાઉ કાપડના વેપારનું મોટું મથક હતું, ત્યાંથી એશિયા અને યુરોપના દેશમાં સૂતરની નિકાસ ઘણી થતી હતી. ભરૂચ નજીક સફેદ અને લીલા અકીક પથ્થરોની ખાણ હતી. એ પથ્થરોને ખંભાત લઈ જવામાં આવતા, કારણ કે ત્યાં એને ઉદ્યોગ ખીલ્યો હતે. ભરૂચમાં નાના મછવા બાંધવાના ઉદ્યોગ ચાલતો હોવાનું ડેલા વાલેએ નોંધ્યું છે. જંબુસર થઈને ખંભાત જતાં દરિયો કે તોફાની હતો એની માહિતી એ આપે છે. ખંભાતમાં આવી પહોંચતાં (૧૬ર૩) ત્યાં વલંદા કાઠીના માણસોએ એનું સ્વાગત કર્યું. ખંભાતને જૈન ધર્મના મોટા કેંદ્ર તરીકે ડેલા વાલે ઓળખાવે છે. ત્યાં માંદાં લંગડાં અટૂલાં પંખી અને મરઘડાની હેસ્પિટલ હતી. અનાથ નાના ઉંદરોની માવજત લેનાર તથા ઘરડાં લૂલાં અશક્ત બીમાર ઘેટાં બકરાં અને વાછરડાંની પાંજરાપોળોનો અને એ ઉલ્લેખ કરે છે. આ બધું ત્યાં રહેતા જેનોની ધર્મદયાવૃત્તિ અને પરગજુપણાના પુરાવારૂપે હતું. જીવહત્યા નિવારવા માટે જેને તરફથી ત્યાંના રાજાને અગાઉથી રકમ આપી દેવામાં આવતી તેથી ત્યાં જીવહત્યા કરવા પર કડક પ્રતિબંધ હતો,છુ જેનું ઉલ્લંઘન કરનારને
ઇ-૬-૩૨