Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૪૮]
મુઘલ કાલ આ જ સમયનું અમદાવાદનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર પણું અદ્ભુત કાષ્ઠક્લાનો પરિચય આપે છે. એમાં પાર્શ્વનાથના જીવનના પાંચ પ્રસંગ પંચ-કલ્યાણક આલેખતી શિ૯૫૫દી મુખ્ય છે.'
પાટણના ૧૭ મી સદીના એક જૈન મંદિરમાંથી જુદા જુદા પ્રકારનાં વાજિંત્ર વગાડતી સુરસુંદરીઓ અને ગંધર્વોનાં કેટલાંક સુંદર મદલ-શિલ્પ અમદાવાદના -શાંતિનાથ જૈન મંદિરના વ્યવસ્થાપકોએ મેળવ્યાં છે. આ શિલ્પના મુકુટ રાજપૂત-મુઘલ શૈલીનાં ચિત્રોમાં દેખાતા મુકુટ જેવા છે (આ. ૫૬). એમના મોટા ચહેરા અને ફાડેલી આંખો નેધપાત્ર છે. એમના હાથમાં તત્કાલીન લોક-વાજિ જોવા મળે છે. આ શિ૯૫ ખરેખર કાષ્ઠકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.૩૨
પાટણા કાનશા પાડામાં જોડાજોડ આવેલાં બે જૈન મંદિરો પૈકી એકમાં એક મોટો (૧૧૪૨૧ મીટર) માપને કલાત્મક કાષ્ઠપક દીવાલમાં જડી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં આટલો મોટો કાષ્ઠ-પટ્ટ જવલ્લે જ જોવા મળે છે, જેને નિર્માણકાળ ૧૭–૧૮ સદીને ગણવામાં આવે છે. એમાં ઉપરના ભાગમાં સમેતશિખર તથ અને નીચે અષ્ટ પદાર્થનું કોતરકામ થયેલું. સમેતશિખરમાં ત્રણેય દિશામાં ફરતી ૨૦ ટેકરી તથા ૨૦ દેવકુલિકા મૂર્તિઓ સહિત કેતરવામાં આવી છે. વચ્ચે ભદેવની પ્રતિમાથી અલંકૃત ત્રણ શિખરોથી યુક્ત સુશોભિત જલમંદિરનું સુંદર અને સ્પ ષ્ટ કોતરકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત પહાડ પક્ષીઓ નદી સરોવર વૃક્ષો વનરાજીઓ, તપ કરતા મુનિઓ, સમેતશિખર ચઢતા-ઉતરતા યાત્રાળુ ઓ વગેરેનું તાદશ અને રમ્ય આકૃતિઓથી ખીચોખીચ કંડારકામ કરવામાં આવ્યું છે. અષ્ટાપદ પર્વત પણ વીસ તીર્થકરોની ફરતી શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ પર્વત આઘતીર્થકર ઋષભદેવની નિર્વાણભૂમિ હોઈ મંદિરને બદલે સ્તૂપ-રચના બતાવી છે, જેનેંધપાત્ર છે. ઉપરના ભાગે બે ચારધારી ઈદ્ર બતાવવામાં આવ્યા છે. સ્તૂપની જમણી બાજુ તંતુ વાઘ બજાવતો દશગ્રોવ રાવણુ અને ડાબી બાજુ એની પત્ની મંદદરીને ભગવાન પાસે નૃત્ય કરતી બતાવી છે. નીચે સગરચક્રીના પુત્ર તીર્થરક્ષણાર્થે ખાઈ બદી રહ્યા છે, આજુબાજુ તપ કરતા મુનિઓ બતાવાયા છે. આમ આ તીર્થ પટ્ટ કાષ્ઠકલાની બહુમૂલ્ય કલાકૃતિ છે.૩૩
આ સિવાય પણ ગુજરાતનાં ગામ અને નગરમાં અનેક મંદિરો હવેલીઓ ચબુતરા મકાન વગેરે કાષ્ટકલાથી સમૃદ્ધ છે; જેમકે હળવદનો જૂનો રાજમહેલ, દેવામાં આવેલું પીરબક્ષ ખેસમભાઈનું મકાન, પોરબંદરના સરતાનજીને ચેરી તથા જૂનો દરબારગઢ, પાટણનાં કુંભારિયાપાડા અને ઘાંઘેરપાડાનાં જૈનમંદિર વગેરે ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલાં છે. જામનગરમાં વજુ કંદોઈના ડહેલામાં