Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ કાલ શિવાળા હંસદીપ ગજદીપ અશ્વદીપ કમલદીપ, ધૂપદાની, સુંદર નાગકન્યાઓ
અને દીપકન્યાઓથી સુશોભિત આરતી વગેરે અનેક પ્રકારનાં ધાતુશિલ્પનું નિર્માણ પણ આ સમયમાં થયું. આ દીપ વગેરે શિ૯પ દેવતાને ભેટ આપવાના હેતુ માટે તૈયાર કરવામાં આવતાં. શાસ્ત્રોમાં દીપદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું હોઈ કલાકારોએ વિવિધ પ્રકારનાં શિપોથી દીપ તૈયાર કરવામાં પિતાની કલાશક્તિ કામે લગાડી હતી. આ સમય દરમ્યાન ગૃહ-ઉપયોગી ચીજવસ્તુઓમાં પણ વિભિન્ન પ્રકારનાં કલામય ધાતુશિલ્પોનો ઉપયોગ કલાકારોએ કર્યો, જેમકે વિવિધ પશુપક્ષી પૂતળીઓ વગેરેનાં શિલ્પોથી યુક્ત હીંચકા સાંકળો રાચરચીલું વગેરે. આ સમયનાં ધાતુશિલ્પનો મોટો ગૌરવમય વારસો ગુજરાતનાં કેટલાંક ઘરોમાં અને મંદિરોમાં તેમજ સંગ્રહાલયમાં સચવાયો છે.
આ સમયનાં ધાતુશિનાં મહત્વનાં કેદ્રોમાં ડભોઈ વીસનગર અને શિહેર (સૌરાષ્ટ્ર) પ્રસિદ્ધ છે. આ સમયનાં ધાતુશિલ્પમાં મનુષ્ય-આકૃતિઓના ચહેરા એકસરખા અને બીબાંઢાળ વધુ લાગે છે. એનું કારણ આગળ જોયું તેમ વૈષ્ણવ અને જેમાં સેવ્ય પ્રતિભા અને અન્ય સંબદ્ધ પ્રતિમાઓની માંગ વધુ હોવાને લઈ એનું નિર્માણકાર્ય પણ વિપુલ પ્રમાણમાં થવા લાગ્યું. પરિણામે પ્રતિમાઓના ચહેરાઓમાં વૈવિધ્ય આવવાને બદલે એ બીબાઢાળ બની ગયા.
૬. ગુજરાતમાં લગભગ ૧૨ મી સદીથી કાષ્ઠકલાને વિકાસ શરૂ થયો, પરંતુ લાકડું અ૯પજીવી હાઈ એના પ્રાચીન નમૂના જવલ્લે જ ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત કાલ દરમ્યાન આ કલા એના વિકાસના ચરમબિંદુ પર પહોંચી હતી. એના અનેક નમૂના આજે પણ ઉપલબ્ધ છે. ગુજરાતની આ કાષ્ઠ–શિ૯૫ શૈલીએ ભારતીય કલાના ઇતિહાસમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે, જોકે આ કલાનો પ્રેરણાસ્ત્રોત પણ સેલંકીકાલીન શ્રેષ્ઠ પ્રસ્તરકલા જ હતી. આ સમયમાં કેટલાંક ગુજરાતી કાષ્ઠશિલ્પ પર ખાસ કરીને સુરસુંદરીઓ પરીઓ ગંધર્વો વગેરે શિપનાં વેશભૂષા મુકુટ પાઘડી વાજિ – વગેરે બાબતમાં મુખ્યત્વે સ્થાનિક અને કેટલેક અંશે મારવાડી તેમ થોડે અંશે મુઘલ તની અસર જોવા મળે છે. કાષ્ઠકામમાં મનુષ્ય-આકૃતિઓ શ્રેષ્ઠ ન ગણાય. ચહેરા મોટા અને ચોરસ અને આંખો ફાડેલી વિસ્ફારિત હોય તેવી જણાય છે. આમ છતાં સુશોભન, વિભિન્ન પ્રકારની વાનસ્પતિક અને ભૌમિતિક આકૃતિઓ, પશુપક્ષીનાં શિલ્પ, જાળીકામ વગેરેની રચનામાં આ સમયની કાષ્ઠકલા શ્રેષ્ઠ પુરવાર થઈ છે. મુઘલ કાલે દરમ્યાન મંદિર નિર્માણ પ્રવૃત્તિને વેગ મળતાં પથ્થરની સાથે લાકડાને ઉપયોગ પણ વધ્યો. મંદિરે ઘરદેરાસરે મકાનો હવેલીઓ વગેરેમાં સુશોભનના હેતુ માટે સ્થાપત્યકલાના અંગ તરીકે કાર્ડશિલ્પને ઉપયોગ છુટથી થવા લાગ્યો.