Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
[૪૩૭
અને કલશથી વિભૂષિત છે. મંદિરના ઉનુંગ શિખરમાં મજલા પાડેલા છે. દરેક મજલે ઘૂમટ કાઢેલ છે. ત્રીજા મજલાના શિખરમાં શકિત માતાનું સ્થાનક હોવાનું મનાય છે. એમાંની મુખપ્રતિમા તે ત્યાં સેગ્ય પ્રતિમા પરની ગર્ભગૃહની છત કેઈ ઓળગે નહિ એ હેતુથી પાછળથી મુકાઈ લાગે છે.૭
આ મંદિરની મુખ્ય પ્રતિભા ૧૨ મી સદીમાં ડાકોર અને ૧૫ મી સદીમાં માંગરોળ ખસેડાઈ હોવાની અનુકૃતિ છે. શ્રીમદ્ વલ્લભાચાયે પિતાની દ્વારકા પરિક્રમા સમયે (ઈ.સ. ૧૪૯૯) બાજુના લાડવા નામે ગામમાંથી દ્વારકાધીશની અર્ધદટાયેલી મૂર્તિ મેળવી હતી, એ મૂર્તિ વિ.સ. ૧૫૬ ૦ (ઈ.સ. ૧૫૦૪) માં જગતમંદિરમાં પધરાવવામાં આવી હતી ને હાલ એ શંખોદ્ધાર બેટમાં બિરાજે છે એવી પણ અનુકૃતિ છે. હાલ ગર્ભગૃહમાં રહેલી મુખ્ય સેવ્ય પ્રતિમા ડુંગરપુરી લીલા પારેવા પથ્થરની છે ને એ દ્વારકાની શારદાપીઠના અનિરુદ્ધાશ્રમ શંકરાચાર્ય (ઈ.સ. ૧૫૫૮–૧૫૬૭) પધરાવી છે. ૯૮ તો આ મંદિર ૧૬ મી સદીમાં, પણ અકબરના ગુજરાત પરના અમલના આરંભ પહેલાં, બંધાયું હોઈ શકે. આ પ્રતિમા લગભગ ૨-૩” (“ ૭ મીટર) ઊંચી છે. રણછોડરાયની મૂર્તિમાં હમેશાં ચતુર્ભુજ વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો પૈકીનું ત્રિવિક્રમ સ્વરૂપ રહેલું હોય છે. એમાં એમના નીચલા ડાબા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં પા હોય છે.
મંદિરના પ્રાંગણમાં કેટલાંક બીજાં મંદિર છે. મુખ્ય મંદિખ્ખી બરાબર સામે દેવકીજીનું પૂર્વાભિમુખ મંદિર છે, જેને મુખ્ય મંદિરના પશ્ચિમ મુખમંડપ સાથે જોડી દીધું છે. મુખ્ય મંદિરની પાછળ શ્રીશંકરાચાર્યને શારદામઠ આવે છે, એની ઉત્તરે અષ્ટ પટ્ટાણુઓનું સ્થાનક છે, જેમાં ચોકની બે બાજુએ ચાર ચાર ખંડોમાં શ્રીકૃષ્ણની આઠ પટ્ટરાણીઓની મૂર્તિઓ નજરે પડે છે. મુખ્ય મંદિરની દક્ષિણે ત્રિવિક્રમનું પશ્ચિમાભિમુખ અને વેણીમાધવનું પૂર્વાભિમુખ મંદિર છે ત્રિવિક્રમનું મંદિર ગર્ભગૃહ સભામંડપ અને મુખમંડપનું બનેલું છે, જ્યારે વેણીમાધવનું મંદિર ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અંતરાલ અને ત્રણ મુખમંડપનું બનેલું છે. મુખ્ય મંદિરની ઉત્તરે પ્રદુનજીનું પશ્ચિમાભિમુખ મંદિર અને પુરુષોત્તમનું મંદિર ઉમેરાયાં છે.૯૯
ઔરંગઝેબને અમલ દરમ્યાન ત્યાંને થાણદાર જગતમંદિરમાં પૂજા કરવા દેતો નહતું, પરંતુ દ્વારકાની બાજુમાં આવેલા શંખોદ્ધાર બેટમાં પૂજા થઈ શકતી. ત્યાં વંડાની અંદર મંદિર છે. એમાં એકની સાથે એક એવી જાતના છ ઓરડા છે, તેમાંના એકમાં રણછોડજીની મૂર્તિ છે. કહે છે કે આ મૂર્તિ શ્રીમવલભાચાર્ય