Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩૬ ]
મુઘલ કાલ
[y
તથા દક્ષિણે ત્રિવિક્રમની અને ઉત્તરે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. બહારની દીવાલમાં જઘાગવાક્ષોની રચના કરી છે. એની ઉપર ગ્રાસપટ્ટીનું અલંકરણ છે. ૯૩
મંડપનું તલમાન પણ અઠાઈનું છે. વચ્ચેને ભદ્રભાગ ચાર ભાગ છે ને ત્રણે બાજુના ભદ્રભાગની આગળ એકેક મુખમંડપ કાઢે છે. મંડપને કેદ્રીય ભાગ ૧૨ સ્તંભોના ચોકઠા પર ટેકવેલે છે. એની બહાર ચારે બાજુએ સ્તંભોની મોટી સમાંતર હરોળ આવેલી છે. અંતરાલ શૃંગારચોકીઓ અને મંડપભિત્તિઓની અંદર ગોઠવેલા સ્તંભ સાથે ગણતાં મંડપના સ્તંભોની કુલ સંખ્યા ૭ર થાય છે.૯૪
સભામંડપ સમચોરસ છે. એનું તલમાન ૪૦ ફૂટ (૧૨૧ મીટર) x ૪૦ ફૂટ (૧૨૧ મીટર)નું છે. એને મધ્યભાગ ૨૫૪ ૨૫ ફૂટ (૭૬૮૭૬ મીટર) વિસ્તારને છે. ઊર્ધ્વદર્શનમાં મંડેવરને ફરતા સાત સુંદર ઝરૂખા કાઢેલા છે, જે ઉપર જતાં ક્રમશ: નાના થતા જાય છે. મંડપ પાંચ મજલાઓને છે. વચલા આઠ સ્તંભો પરનો અષ્ટકોણ ભાગ છેક પાંચમા મજલા સુધી ખુલ્લે હોવાથી મંડપના મધ્યમાં પ્રયોજાતા પૂજાપાઠ ભજનકીર્તન આદિ કાર્યક્રમો છેક ઉપરથીય દૃષ્ટિગોચર થાય છે. દરેક મજલે એ માટે લગભગ ૧ ફૂટ (૪૬ મીટર) પહોળી વેદિકા અને આસનપટ્ટોની યોજના કરી છે. દીવાલના ગવાક્ષામાં અષ્ટ દિપાલ છે: અગ્નિ ઈદ્ર ઈશાન કુબેર વાયુ વરુણ નિઋતિ અને યમ. ઉપર જતાં મંડપની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જાય છે. પાંચમા મજલાના મધ્ય'ભાગને સુંદર અલંકૃત કરાટક (અર્ધ વૃત્તાકાર છત ) અને વિસ્તૃત સંવર્ગોની રચના વડે ઢાંકી દેવામાં આવ્યો છે. પાંચમા મજલાના અન્ય ભાગ ચારે બાજુ ખુલ્લા હેવાથી હવાઉજાસની પૂરી સગવડ રહે છે,
સભામંડપની જેમ મુખમંડપ પણ પાંચ મજલાના છે ને એનાં મથાળાં સંવર્ણ વડે ઢાંકેલાં છે. એના ખુલા ભાગ દરેક મજલે ચોતરફ વેદિકા અને કક્ષાસનેથી ભરી દીધેલા છે. દરેક સંવર્ણો પર આમલક અને કલશની યોજના છે. જે
મંડેવરનો ગર્ભગૃહવાળો ભાગ મત્તવારણ તંભિકાઓ અને છાઘથી શોભતા નિર્ગમિત સાત ઝરૂખાઓથી વિભૂષિત છે. શિખર સાથે ગર્ભગૃહની ઊંચાઈ લગભગ ૨૫૭ ફૂટ (૭૮૩ મીટર) છે. શિખર લગભગ ૧૦૦ ફૂટ (૩૦૫ મીટર) ઊંચું છે. એને સાત મજલા છે. મુખ્ય શિખરની ચોતરફ ત્રણ ત્રણ ઉશંગ છે. શિખરના કોણભાગ ઉપર તરફ એક ઉપર એક એવી પાંચ પાંચ શંગિકાઓની હાર આવેલી છે. શિખર તથા ઉશંગો અને ઈંગિકાઓ આમલક