Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫૨ ]
સુઘલ કાલ
[..
મસ્જિદની ઉત્તરે લગભગ ચારસ કેટમાં ઊંચી પીઠ પર શુજાતખાનને રેલ્વે આવેલા છે. એ લગભગ ૫૪ × ૫૪ ફૂટ (૧૬-૪૪૧૬.૪ મીટર) માપની ઇમારત છે. ફરતા રવેશમાં પ્રત્યેક બાજુએ પાંચ પાંચ મળી કુલ ૨૦ કમાન કાઢેલી છે, મધ્ય ખંડ બહારની બાજુથી ૨૮૪ર૮ ફૂટ (૮-૫૪ ૮૫ મીટર) અને અંદરની બાજુથી ૨૧૪ર૧ ફૂટ (૬૪૪૬૪ મીટર) છે. એના ઉપર મધ્યમાં પ્રમાણસરને મોટા ઘૂમટ કરેલા છે, જ્યારે છાવણુના ખૂણા પર ચાર નાના કદના ઘૂમટ કરેલા છે. ખંડમાં શુજાતખાનની એકલાની કબર છે. એ કબર પર એના મૃત્યુ( ૧૦ જુલાઈ, ૧૭૦૧)ને લગતા લેખ છે. એની ક્રૂસ આરસની હતી તેમજ દીવાલ પર સારું" પ્લાસ્ટર હતું. ૧૪૩
આ મકબરાની પાછળના ભાગમાં કોટની લગેાલગ એક નાતા મકબરા છે, જેમાં શુજાતખાનની પુત્રીને દફ્નાવેલી હેાવાનું કહેવાય છે. ૧૪૪
અમદાવાદની શેખ મુહમ્મદ અકામુદ્દીનની મસ્જિદ-ઔરંગઝેબના સમયમાં ઈ.સ. ૧૬૯૦ માં શહેર-કાજી શેખ મુડ઼મ્મદ અક્રામુદ્દીને ૧,૨૪,૦૦૦ રૂપિયા ખચી આ મસ્જિદ અને મદ્રેસા કરાવ્યાં હતા. એના નિભાવ અથે ત્રણ ગામ આપવામાં આવેલાં.
આસ્તે।ડિયા વિસ્તારમાં આવેલી આ મસ્જિદ પથ્થર અને ઈંટથી બાંધેલી છે. એની બાંધણી શુજાતખાનની મસ્જિદને મળતી આવે છે, પણ આગળ કરેલી પાંચ ક્રમાન સલ્તનતકાલીન અમદાવાદી માનેાતે મળતી છે. મસ્જિદ અંદરની બાજુએ ૬૦ ફૂટ ( ૧૮૩ મીટર) લાંખી અને ૩૬'-૫' (૧૧-૧ મીટર) ઊંડ છે. એના લિવાનમાં સ્તંભો વડે ચાકડાં પાડેલાં છે તે બધા સ્તંભ કમાનાકારે એક બીજા સાથે જોડાયેલા છે. એ ચેાકડાંઓ પૈકીનાં મધ્યનાં ત્રણ પર નીચા ઘાટના અવૃત્ત ઘૂમટ કરેલા છે, જ્યારે બાકીનાં સપાટ છતથી ઢાંકેલાં છે. મસ્જિદની પશ્ચિમ દીવાલમાં ત્રણ મહેરામ કરેલા છે. બાજુની બને દીવાલામાં ત્રણ-ત્રણ ખારી કરેલી છે. લિવાનના આગળના એ ખૂણા પર નક્કર અષ્ટકોણ ધાડના એક એક મિનારા કરેલા છે.
મસ્જિદની પૂર્વમાં એક વડામાં કેટલીક કબરેા છે. એમાંની એક કાર જેમને માટે મદ્રેસા બાંધવામાં આવી હતી તે નૂરુદ્દીન સીદીની છે, બીજી કબર અમદાવાદના પહેલા કાજી મુહમ્મદ નિઝામુદ્દીનખાનની છે. આ બંને કખર આરસની છે.
મસ્જિદના વિશાળ કાટમાં કરતા કમાનાકાર એરડા કરેલા છે. તેઓને છાત્રાલય તરીકે ઉપયોગ થતા હતેા.