Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫૪]
મુઘલ કાલે
નથી. મુખ્ય કબર આરસની હોવી જોઈએ, પણ એ આરસ પડી ગયા છે.
એ મકબરાની ઉત્તરે ઈશાન ખૂણામાં નાના એસને મકબરે (આ. ૩૭) કરેલ છે. એ ૪૦ ૪૪૦ ફૂટ (૧ર-૨૪૧ર-ર મીટર) ની ચેરસ ઇમારત છે. એની મધ્યમાં ૧૨ રતંભો પર ટેકવેલે ઘૂમટ ભવ્ય અને કંઈક ભારે કદને લાગે છે. એ ૧૨ સ્તંભોને જાળીદાર પડદીથી સાંકળી લીધેલા છે. એ ખંડમાં પશ્ચિમે અને દક્ષિણે દરવાજા મૂક્યા છે. કેતરણીયુક્ત જાળીઓ ભાંગી ગઈ છે અને એના ભાગ ઊપડી ગયા છે. રવેશને ર૦ રતંભે વડે બનેલે ભાગ સુયોજિત હતો. મકબરાનું મુખ્ય પ્રવેશદ્વાર મૂલતઃ સુંદર રૂપાંકન ધરાવતું હતું, જે નાશ પામી ગયું છે. ફરસના પથ્થર પણ ઉપડી ગયા છે. ૧૪૭
સુરતની મુલાં મસ્જિદ અને મુલ્લાં દરગાહ--સુરતમાં મુલાં મુહમ્મદ અલીએ ઈ.સ. ૧૭૨૨ માં બંધાવેલી મસ્જિદ “ટારની મસ્જિદ' નામે ઓળખાય છે. ચેરસ ઘાટની આ ઈમારતના ઉપલા ભાગમાં અગાસી કાઢી એ અગાસીના મધ્ય ભાગમાં ઊંચી પીઠ કરીને એના ઉપર મોટો ગેળાધ ઘાટને ઘૂમટ કરેલો છે. અગાસીના ચારે ખૂણે એક એક ઊંચો મિનારે કરેલ હોવાથી ચાર મિનારા વચ્ચે ઘેરાયેલા ઘૂમટ સહિત સમગ્ર ઇમારતને દેખાવ ભવ્ય લાગે છે. ૧૪૮
અમદાવાદને મુહમ્મદ અનવરખાન બાબીને મકબર-કાંકરિયા તળાવથી દક્ષિણ બાજુ ૬૦૦ વાર(૫૪૮૬ મીટર)ના અંતરે આવેલી આ ઈમારત ઈ.સ. ૧૭૪૦ થી ૧૭૫૩ ના ગાળામાં બંધાઈ હોવાનું જણાય છે. ૧૨ સ્તંભે વડે રચાતા કમાનાકાર પર એને ઘૂમટ ટેકવેલ છે. ઘૂમટ અંદરની બાજુથી નકશીકામ ધરાવે છે. સ્તંભે વરચેના ખૂણાઓની જગ્યામાં પથ્થરની પાંચ ફૂટ (૧૫ મીટર) ઊંચી કતરણીયુક્ત શિલાઓ ગોઠવી છે. આ મકબરામાં ખંડને ફરતે રશ પણ કરવામાં આવ્યા છે અને એના છાવણ પર નાના ઘાટના ઘૂમટ કરેલા છે. ખંડની મધ્યમાં જોવા મળતી બે કબર ઈટથી ચણેલી અને ઉપર પ્લાસ્ટર કરેલી છે, પણ એ મૂલત: આરસની હેવાનું કહેવાય છે. ૧૪૯
સુરતની ખ્વાજા મુહમ્મદ રફીની મજિદ–૧૮ મી સદીના પૂર્વાર્ધમાં સુરતમાં બદાત શેઠના ભવ્ય મકાન પાસે આવેલી ગુંબજવાળી અને હેજ સાથેની મજિદ ખ્વાજ મુહમ્મદ રફીએ બંધાવેલી છે. ૧૫૦
અમદાવાદની નવાબ શાહજહાં ખાન અને મમીનખાનની મસિજદ–મીરઝાપુરમાં રાણી રૂપમતીની મજિદથી થોડે દૂર આ મસ્જિદ આવેલી હતી. ૧૯મી સદીમાં એ નાશ પામી અને એને સ્થાને રહેણાક મકાન