Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું
સ્થાપત્યકીય સમારકે
ઔરંગઝેબના સૂબેદાર સુજાતખાન ઉર્ફે કારતલબખાને બંધાવી હતી. કહે છે કે એણે મરિજદ મદ્રેસા અને પિતાને મકબરે એ ત્રણેય ઇમારત બંધાવવા માટે ઈસ. ૧૬૯ર માં પાટણથી ૨૦૦ ગાડાં ભરીને આરસ મંગાવેલ ૧૩૯ પણ એ ઈમારતો તે ઈટોથી બંધાયેલી છે, જોકે એમાં આરસને ઠીક ઠીક ઉપયોગ કરે છે.
૮૦ ૪૭૦ ફૂટ (૨૪૪૪૨૧૩ મીટર)ના ચોકની એક બાજુએ ૭૩ ૪૪૧ ફૂટ (૨૨૨૪૧૨૫ મીટર) ભાપની મસ્જિદ છે. એની ઉત્તરે મકબરો અને દક્ષિણે ૧૪૦ ફૂટ (૪ર૭ મીટર) ઊંડા અને પૂર્વ-પશ્ચિમ ૧૦૦ ફૂટ (૩૦.૫ મીટર) પહેલા કોટમાં વચ્ચે ખુલ્લે ચોક રાખી ફરતે મુસાફરખાના મદ્રસા અને મહેલની ઈમારતે કરેલી હતી. મસ્જિદ અને મકબરા સિવાયની ઇમારતો પાછળથી રહેણાક મકાનોમાં ફેરવી નાખવામાં આવી છે (આ. ૩૬).૧૪•
મસ્જિદના આગળના ભાગમાં પાંચ કમાન કરેલી છે. એ પૈકી મોટી કમાન –પ” (ર૯ મીટર) પહોળી અને ૧૨–૧૦” (૩૯ મીટર) ઊંચી છે,
જ્યારે બાકીની કમાનો ૭–૩” (૨૨ મીટર) પહોળી અને ૧૦ ફૂટ (૩ મીટર) ઊંચી છે. લિવાનના આગળના ભાગમાં બંને ખૂણાઓ પર ચાર મજલાવાળા અષ્ટકોણ મિનારા કરેલા છે. આ મિનારા નવાબ સરદારખાનની મસ્જિદના મિનારા જેવા છે. અગાશીમાં જવા માટેની સીડી દક્ષિણ દીવાલમાં કરેલી છે.
સ્ત ભ વડે રચાતા આઠ કમાનાકારો પર છત ટેકવેલી છે અને એના પર ૧૭ મી સદીમાં ઉત્તર ભારત અને ખાસ કરીને સિંધમાં જોવા મળતા ગોળ ઘાટના ત્રણ
ધૂમટ કરેલા છે.
મજિદની દીવાલે અને અંદરની કમાનેમાં ૭ ફૂટ (૨૧ મીટર) ઊંચાઈ સુધી આરસ જડેલે છે અને એની ઉપરના ભાગમાં ચૂનાનું આરસ જેવું સફેદ પદાર લાસ્ટર કરેલું છે. ફરસમાં સફેદ અને પીળા આરસ વાપરેલા છે. આ પ્રકારનું આરસકામ મજિદની બહારની સાદી દીવાલ સાથે વિરોધાભાસ ઊભો કરે છે. ૧૪૧
મસિજદની પશ્ચિમ દીવાલમાં સાદા પણ સફાઈદાર પાંચ મહેરાબ કરેલા છે તે પૈકીના મધ્યના મહેરાબ પર કલમ ધરાવતા હિ. સં. ૧૧૦૭(ઈ.સ. ૧૯૯૫ -૯૬)ને ફારસી અભિલેખ છે. એની બાજુમાં પીળા આરસનું ત્રણ પગથિયાંવાળું મિંબર કરેલું છે. પાંચેય મહેરાબોની ઉપરના ભાગમાં કરેલી કતરણીયુક્ત જાળીદાર બારીઓને લઈને આ મસ્જિદ બીજી મજિદ કરતાં જુદી પડી આવે
છે. ૧૪૨