Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૦ ]
સુઘલ ફાલ
[ત્ર.
મ`ડાવમાં નીચેથી ઉપર જતાં ખુરા કુંભા કલશ કેવાલ માચી જ ધા ઉદ્ગમ ભરણી માચી જ ધા ઉદ્ગમ ભરણી માતરણ ( મત્તવારણ ) અને મહાકેવાલના થર આવે છે. મ`ડપ મૂળમાં ખુલ્લા હતા, હાલ એને ાિંત્તએથી આવૃત કરેલા છે. મૂળ મંડપમાં રાજસેન વેદિકા આસનેાત (આસનપટ્ટ) કક્ષાસન છાઘ વગેરે ભાગ પડતા હતા. મંડપમાં ઉપલા એ મજલા પણ છે, જેમાં ઊંચાઈ અને સ્ત ંભસંખ્યા ઘટતી જાય છે. ત્રીજા મજલાની ઉપર મ ંદિરના મંડપનુ મુખ્ય વિતાન છે. આ ઉદિત વિતાન છે તે એમાં કાલ–કાચલા અને ગવાક્ષનાં રેખાંકન કરેલાં છે. એના રૂપકડમાં ૧૬ વિદ્યાધરાની પૂતળીઓ છે. ટાંચમાં પદ્મશિલા છે. મંદિરના ખીજા ભાગેામાં આવેલાં વિતાના પૈકી કેટલાંક સમતલ અને કેટલાંક ઉદિત પ્રકારનાં છે. આ વિતાનેાની બહારની બાજુનાં છાવણુ ઘૂમટના સાદા ઘાટનાં છે, એના પર સામરવાળાં સુંદર રેખાંકન કાઢેલાં નથી. ઘૂમટની ઉપર કલશ અને અંડક છે. છાવના ઉપલા ભાગ પર વાધ હાથી અને મિશ્ર ચેાપગાનાં બાવલાં છે. શિખરની આગળ શુકનાસ છે. મુખ્ય શિખરની આસપાસ ત્રણ ઉરુશૃંગ છે તે દરેક ક` પર પણ એટલાં ઉરુશૃંગ છે. દરેક ભદ્ર પર રથિક ગવાક્ષ છે તે એમાં ઇલિકાતારણુ અને સ્ત ંભોના પરિકરમાં દેવની મૂર્તિ બિરાજે છે. એના છાદ્યમાં સામરણા અને ઉરુશૃંગે નજરે પડે છે.
શુકનાસમાં શિખરની અંદર જવાનું પ્રવેશદ્વાર છે. એની ઉપર ગવાક્ષ ઘાટના ઉદ્ગમ છે તે એની ઉપર સિંહ બેસાડેલા છે. શિખરની અંદર પ્રદક્ષિણાપથ છે તે એની મધ્યમાં નાના ખંડ છે, જેમાં નાનેા ઘૂમટ છે. શિખરની રેખા શિખાંતા છે તે શિખર પર આમલસાર કલશ ડક વગેરે છે. અગ્નિખૂણામાં ધ્વજ મૂકેલા છે. સભામડપમાં અનેક રતંભ આવેલા છે. એના મુખ્ય ભાગ ચોરસ છે તે એના પર ખચકા કાઢેલા છે. કયારેક એ અષ્ટભુજ કે વૃત્ત આકાર પણ ધારણ કરે છે. નીચલા અને વચલા મજલાનું પ્રવેશદ્વાર સપ્તશાખ છે, જ્યારે ઉપલા મજલાનું ત્રિશાખ છે. ગર્ભગૃહની અદર ચતુર્ભુજ વિષ્ણુના ત્રિવિક્રમ-સ્વરૂપની પ્રતિમા સ્થાપેલી છે. મંદિરની દીવાલ પર તેમજ ગરુડની પ્રતિભા પરવિ.સ.ની ૧૭મી સદીના લેખ કતરેલા છે, તે ઈ.સ. ૧૫૯૪ થી ૧૬૩૩ના છે. મંદિરનુ નિર્માણુ એ પહેલાં ૧૫ મી-૧૬ મી સદી દરમ્યાન થયું ગણાય છે.૧૦૫ અમદાવાદનુ" ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર—અમદાવાદની પૂર્વ આવેલા સરસપુર પરામાં શાંતિદાસ ઝવેરીએ બાદશાહ જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવેલું. જ`ન પ્રવાસી મેન્ડેસ્લાએ