Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
મંદિરના ભેંયરામાં અને મૂળનાયકની મૂતિ ઝવેરીવાડામાં સૂરજમલના દેરામાં બેસાડી છે. ૧૧૭ હાલ આ ભવ્ય મંદિર તદ્દન નામશેષ છે.
ઔરંગઝેબની સૂબેદારીમાં અમદાવાદના આ સુંદર દેરાસરને નાશ થયો એ એક અપવાદ છે, પરંતુ એકંદરે જોતાં તે સતનત કાલની સરખામણીએ મુઘલ કાલમાં એવા બનાવ ભાગ્યેજ બન્યા છે. મુઘલ અમલ દરમ્યાન એકંદરે સુખશાંતિ હતાં ને તેથી આ કાલ દરમ્યાન ગુજરાતમાં મોટાં પ્રાચીન દેવાલયોને જીર્ણોદ્ધાર કરવાની તથા કેટલાંક નવાં મોટાંનાનાં દેવાલય બંધાવવાની પ્રવૃત્તિ ઠીક પ્રમાણમાં થતી હતી એવું ઉપર આપેલ આ કાલનાં દેવાલયોની યાદી તથા એમાંનાં કેટલાંક દેવાલયના નિરૂપણ પરથી સ્પષ્ટ થાય છે.
૩. ઇસ્લામી સ્થાપત્ય આ કાલમાં અગાઉ સલતનત કાલમાં બંધાયેલી મરિજદોને નમાઝ પઢવા માટે અને પીરના મકબરા ને રોજાનો દુવા માટે ઉપયોગ ચાલુ રહ્યો. ઉપરાંત જ્યાં જ્યાં નવા મુસ્લિમ વસવાટ વસ્યા ત્યાં ત્યાં નવી મજિદ બંધાઈ.. આ સમયના નામાંકિત સંતો અને સરદારોની કબરો પર મકબરા બંધાયા. વળી. મકબરો અને મજિદ ધરાવતા કેટલાક રોજા પણ બંધાયા.
પ્રસ્તુત કાલમાં અમદાવાદ સુરત પાટણ ભરૂચ ખંભાત પેટલાદ કડી વડેદરા ઘોઘા વસાવડ વીજાપુર નવસારી મહેસાણું જામનગર વીરમગામ દાહોદ જૂનાગઢ અમરેલી ભૂજ વેરાવળ કુતિયાણું વગેરે સ્થળોએ મજિદો મકબરા અને રાજા બંધાયાનું અભિલેખમાંથી જાણવા મળે છે. ૧૧૮
આ કાલના ઈસ્લામી સ્થાપત્યમાં અગાઉની જેમ હિંદુ મંદિરો તોડીને એના અવશેષોમાંથી ઈમારતો બંધાયાના દાખલા વિરલ છે. સિદ્ધપુરમાં પ્રાચીન રુદ્રમાળના ખંડેરમાં બંધાયેલી મસ્જિદ એ એને એક વિરલ દાખલો ગણાય.. મોટે ભાગે નવાં સાધનોથી ઈમારતો બની છે.
પ્રસ્તુત કાલના બાંધકામમાં પથ્થરને ઉપગ ઘણે ઘટી ગયો ને ઈટ અને ચૂનાનો પ્રયાગ વો; અલબત્ત, મજિદમાં મહેરાબ બનાવવા માટે પથ્થરને પ્રયોગ થતો રહ્યો. રચના પર હવે સ્તંભ પર પાટલી મૂકીને એના પર છત. ટેકવવાની સલ્તનતકાલીન પદ્ધતિનું સ્થાન કમાનાકાર પદ્ધતિએ લીધું. આ પદ્ધતિમાં
સ્તંભો અને પાટડાઓને કમાનાકારે જોડી દેવાથી બનતાં એકઠાંઓ પર છત ટેવાતી. - આવી કમાનની યોજનાથી ઇમારતની મંડપરચના આકર્ષક બનતી.