Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
‘૧૩ મું ]
સ્થાપત્યકીય સ્માર
પ્રશંસાપાત્ર છે. દરગાહની બંને બાજુઓની જાળીઓ પરનાં ભૌમિતિક ફૂલવેલનાં રૂપાંકન મનહર છે. અકબર પછી ઈસ્લામી સ્થાપત્યક્ષેત્રે ગુજરાતમાં આવેલી હાસોન્મુખ સ્થિતિમાં આ સુંદર ઇમારત અનોખી ભાત પાડે છે. ૨૪
ભરૂથની મદ્રેસા મરિજદ–મુર્તઝાખાને ભરૂચમાં ૧૬ ૦૯માં મદ્રેસા મસ્જિદ બંધાવી હતી, જે સિવિલ હોસ્પિટલ પાસે આવેલી છે. એની ફરસ આરસની છે. સ્તંભની કુંભીઓ સાગના લાકડાની છે. એના બે ફારસી અભિલેખ જાળીદાર બારીઓના ઉપલા ભાગમાં લાકડાની તકતીઓ પર કોતરીને ચડેલા છે. એમાં ભજિદનું નામ “મરિજદ કાઝી” અપાયું છે. આ મસિજદને મૌલાના ઈસાક૨૫ નામના વિદ્વાને ૧૭ મી સદીમાં શિક્ષણ માટેની મદ્રેસા તરીકે ઉપયોગ કરેલે, તેથી એ “મદ્રેસા મરિજદ તરીકે પ્રખ્યાત થઈ છે. ૨૪
સુરતની ખ્વાજા દાના સાહેબની દરગાહ આ દરગાહ ૧૭મી સદીના પ્રારંભમાં બંધાયેલી છે. દરગાહની બહુકોણ ઇમારતના બહારના ભાગમાં દીવાલેમાં મોટા ગવાક્ષ કાઢેલા છે. કમાનયુક્ત સ્તંભોથી ટકવાયેલ અગાસીને ફરતા નાના કાંગરા કાઢેલા છે. આ દરગાહને ૧૦૫ ફૂટ (૩૨ મીટર) ઊંચો મિનારો નાખુદા અહમદે ઈ.સ. ૧૬૧૧ માં બંધાવેલે, જ્યારે મુખ્ય દરગાહને ઘૂમટ પાટણના હાકેમ અબદુલ્લાખાને ઈ.સ.૧૬૩૬ માં બંધાવેલું. આમાંનો મિનાર ઈ.સ.૧૭૮૨ માં પડી જતાં એ મીર ગુલાલ બાબાખાને નવેસરથી બંધાવેલ. આ દરગાહની સમીપે અબ્દુલ્લાખાને એ ઈ.સ.૧૬૩૬ માં એક મસ્જિદ પણ બંધાવેલી. ૨૭
સુરતની એસ સાહેબની દરગાહ– ઈ.સ. ૧૬૨૧ માં સૈયદ મહમદ એસ વફાત પામતાં એમની કબર પર નાની દરગાહ કરવામાં આવેલી. આ કબર પર ઈ.સ. ૧૬૩૯ માં જાહેદ બેગે મોટી દરગાહ કરાવી. ઊંચો અર્ધવૃત્ત ઘૂમટ ધરાવતી આ ઈમારત એના ૮૦ ફૂટ (૨૪૪ મીટર) ઊંચા ૨૮ મિનારાને કારણે ભવ્ય લાગે છે. દરગાહની સન્મુખ હોજ કરેલ છે.
સિદ્ધપુરની જામી મજિદ– આ મસ્જિદ રુદ્રમાળનાં ૧૧ રુદ્રાલયો પૈકીનાં ત્રણનાં ગર્ભગૃહને મંડપ આવરી લઈને ઈ.સ. ૧૬૪૫ માં શાહજાદા ઔરંગઝેબના જમાનામાં બંધાઈ હતી (આ. ૩૪). એ ત્રણ ગર્ભગૃહની આગળના મંડપ દૂર કરી ભજિદનો લિવાન કરેલ છે. સ્તંભો પરનાં શિલ્પ કાળજીપૂર્વક ટોચી નખાયા હેવા છતાં હજી પણ દેખાય છે. મજિદના લિવાનના મધ્ય ભાગનું છાવણ ૨૮ ફૂટ (૮૫ મીટર) લાંબું અને ૨૧ ફૂટ (૪ મીટર)ઊંડું છે. એ એની બે બાજુની પાંખોને મુકાબલે એ ઊંચું છે. બંને બાજુની પાખોનાં છાવણ