Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારકે
૪િ૪૧
૧૬૩૮ માં અમદાવાદની મુલાકાત લીધી ત્યારે એણે અમદાવાદનાં જોવાલાયક થળોમાં ગણનાપાત્ર એવા આ મંદિરની મુલાકાત લઈ પોતાની પ્રવાસ–ોંધમાં એનું નિપરૂણ કર્યું છે. આ મંદિર હાલ નામશેષ હેઈ આ નિરૂપણ ઘણું ઉપયોગી નીવડયું છે. એમાં આ મંદિરને “વાણિયાઓનું મુખ્ય મંદિર અને નિ:શંક રીતે જોવા મળતાં સર્વોત્તમ બાંધકામોમાંનું એક ગણાવ્યું છે ને એણે નેપ્યું છે કે શાંતિદાસ ઝવેરી, જે હજી હયાત છે, તેમણે બંધાવેલું આ નવું મંદિર છે. આ મંદિર પાષાણના પ્રકારથી આવૃત મોટા ચગાનની વચ્ચે આવેલું હતું. પ્રાકારની અંદર દીવાલને અડીને ચારે બાજુ ભમતી હતી, જેની અંદર ઘણું દેવકુલિકા હતી. દરેક દેવકુલિકામાં સફેદ કે કાળા આરસની પ્રતિમા હતી. આ પ્રતિમાઓ નિર્વસ્ત્ર અને પદ્માસનમાં બેઠેલી હતી. કેટલીક દેવકુલિકાઓમાં મુખ્ય પ્રતિમાની બે બાજુએ એકેક નાની પ્રતિમા પણ હતી. ૧૦૭ મંદિરના પ્રવેશસ્થાને કાળા આરસના જીવન-કદના બે હાથી નજરે પડતા, તેઓમાંના એક પર મંદિર બંધાવનારની પ્રતિમા બિરાજતી. મંદિરની દીવાલો મનુષ્યો અને પ્રાણીઓની શિ૯પકૃતિઓથી વિભૂષિત હતી. મંદિરની પાછલી બાજુએ ત્રણ દેવાયા હતાં, જેના ગભારાઓને લાકડાની વંડીઓ વડે એકબીજાથી અલગ પાડેલા હતા. આ દેવાલયોમાં તીર્થકરોની આરસપ્રતિમાઓ સ્થાપેલી હતી. વચલા દેવાલયમાં પ્રતિમાની આગળ પ્રગટેલો દીપ હતો. મંદિરને એક પૂજારી ભક્તો પાસેથી પ્રતિમા માટેનાં પુષ્પ, દીપ માટેનું તેલ અને હવન માટેના ઘઉં તથા નિમક લેવામાં રોકાતો. એ મોં પર મુહપતી બાંધતે.•૮ આ મંદિરને લગતી ૮૬ લોકોમાં રચેલી પ્રશસ્તિ શિલાલેખરૂપે જડેલી હતી તેમાં એ મંદિર શાંતિદાસ શેઠે અમદાવાદ પાસે (સરસપુરની વાયવ્યમાં) બીબીપુરમાં બંધાવ્યું હોવાનું જણાવેલું છે. મંદિરની ભમતી માં બાવન જિનાલય હતાં. મંદિરને છ મંડપ હતા. મંદિર બંધાવવાને આરંભ સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૨૨)માં થયેલો ને એની પ્રતિષ્ઠા સં. ૧૬૮૨(ઈ.સ. ૧૬૨૬)માં થઈ હતી. એની આ પ્રશસ્તિ સં. ૧૬૯૭( ઈ.સ. ૧૬૪૧)માં રચાઈ હતી. ૧૦૯
શાહજાદા ઔરંગઝેબે ગુજરાતની સૂબાગીરી દરમ્યાન ઈ.સ. ૧૬૪૪ માં આ મંદિરને તોડી મસ્જિદમાં ફેરવવા ફરમાવ્યું ને એને “કુવ્રત–ઉ–ઇસ્લામ” (ઇસ્લામનું કૌવત૧૧) એવું નામ આપવામાં આવ્યું. ૧૧૧ એમાંની બે આરસપ્રતિમા, જે દરેક સે–સો મણના વજનની હતી, તેને શાંતિદાસે છાનીમાની ભોંયરામાં દાટી દીધી હતી. ૧૧૨ ઈ.સ. ૧૬૬૬ માં અમદાવાદની મુલાકાતે આવેલ ફેન્ચ પ્રવાસી જૈને નેંધે છે કે શાંતિદાસનું દેરાસર અમદાવાદનું મુખ્ય દેરાસર