Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું] સ્થાપત્યકીય સ્મારકે
[૪ર૯ કરાવ્યું, પરંતુ દેરાસરના શિલાલેખમાં તે એ કુંવરજીએ બંધાવ્યું હોવાનું જણાવ્યું છે.૭૪
શંખેશ્વરનું જૂનું પાર્શ્વનાથ મંદિર-શંખેશ્વર એ પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ મનાય છે. સેલંકી કાલમાં તો ત્યાં પાર્શ્વનાથનું દેરાસર હતું જ.. એ કાલ દરમ્યાન એ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયેલા. એ મંદિર હાલના ગામની બહાર આવેલું હતું. સતનત કાલમાં એ મંદિરને નાશ થયો હતો ને મૂલનાયકની પ્રતિમાને ભૂમિમાં ભંડારી દેવાઈ હતી. ગામની ઉત્તરે આવેલા ઝંડકૂવા નામે ખાડામાંથી એ પ્રાચીન પ્રતિમા નીકળી મનાય છે. હીરવિજયસૂરિના. પટ્ટધર વિજયસેનસૂરિના ઉપદેશથી ગંધાર-નિવાસી માનાજીએ ગામની મધ્યમાં બાવન જિનાલયથી યુક્ત નવું શિખરબંધી મંદિર બંધાવ્યું. એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૫ર-૧૬૯૮ (ઈ.સ. ૧૫૯૬-૧૬૪૨) દરમ્યાન પ્રાય: વિ.સં. ૧૬૬૨-૬૩ (ઈ.સ. ૧૬૦૬-૦૭) માં થઈ લાગે છે, કેમકે ભમતીની દેરીઓ અને ગભારાની બારશાખ વગેરે પર ૩૪ લેખ મળ્યા છે તે પૈકી વહેલામાં વહેલે વિ.સં. ૧૬પર નો અને મોડામાં મોડે વિ.સં. ૧૬૯૮ ને છે, જ્યારે સહુથી વધુ લેખ વિ.સં. ૧૬૬ર અને ૧૬૬૩ ના છે.પ
આ મંદિર પશ્ચિમાભિમુખ હતું. એ ત્રણ શિખરબંધી ગભારા ગૂઢમંડપ. સભામંડપ અને બાવન દેવકુલિકાઓનું બનેલું હતું. ભમતીમાં પાંચ મોટા ગભારા અને ૪૪ દેરી હતી. એ દરેક ઉપર પણ શિખર હતું. લાસ્ટરમાં કઈ કોઈ ઠેકાણે સુંદર નકશી કરી હતી. ઔરંગઝેબના રાજ્યકાલ દરમ્યાન એના સૂબેદારની જે મુંજપુરના સરદાર હમીરસિંહને હરાવી પાછા ફરતાં શંખેશ્વર પાર્શ્વનાથનું આ. મનહર મંદિર તોડી નાખ્યું ને એમાંની કેટલીક મૂર્તિઓ ખંડિત કરી નાખી હતી, જ્યારે ત્યાંના સંઘે મૂલનાયકની મૂર્તિને ભેંયરામાં સંતાડી દઈ બચાવી લીધી હતી. હાલ મુખ્ય મંદિરની જગ્યાએ સાફ મેદાન થઈ ગયું છે, પરંતુ એની અંદર દેરાસરના પાયા મેજૂદ છે. ભમતીની બધી દેરીઓનાં ખંડિયેર હજી ઊભાં છે. ભમતીની દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પથ્થરને. બનેલ હતું. આ પ્રાચીન મંદિરના મૂલનાયકની મૂર્તિને સં. ૧૭૬ (ઈ.સ. ૧૭૦૪)ના અરસામાં બંધાયેલા નવા મંદિરમાં પધરાવી છે.
રાયણનું ધોરમનાથ મહાદેવનું મંદિર–રાયણ એ અગાઉ મોટું પત્તન. (નગર) અને ધીકતું બંદર હતું, જેની દક્ષિણે પછી માંડવી(કચ્છ) વર્યું છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર ધોરમનાથે એના સમુદ્રતટે તપશ્ચર્યા આદરી હતી, પરંતુ ત્યાંના. લોકેની કઠોરતાથી કંટાળી તેઓ ત્યાંથી ધણધર ચાલ્યા ગયા ને આ પણ છણ.