Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ કાલે
(પ્ર.
થઈ ગયું.૭ ત્યાં કચ્છના રાવ ભારમલજીએ સં. ૧૬ ૬૫(ઈ.સ. ૧૬૦૮)માં ધોરમનાથ મહાદેવનું મંદિર બંધાવેલું. મંદિરના દ્વારની શાખા પર એને લગતે શિલાલેખ છે. મંદિર ૪૫ ફૂટ (૧૩૭ મીટર) પહોળા અને ૨૫ ફૂટ (૭૬ મીટર) ઊંચા રસ વાડામાં બાંધેલું છે. ગર્ભગૃહ અને મંડપ પર ઘૂમટ ઘાટનાં છાવણ છે. આરસની તકતી પર ધોરમનાથનાં અને ગરીબનાથનાં પગલાં છે. વળી આશાપૂરા ગણેશ ભૈરવ અને મત્સ્યની નાની બેઢંગ પ્રતિમાઓ છે. એમાં મર્યો એ સત્યેન્દ્રનાથના પ્રતીક રૂપે છે.૭૮
કુંભારિયાનું નેમિનાથ મંદિર–આરાસણ કુંભારિયાનાં જૈન દેરાસરે - માં સહુથી મોટું મંદિર નેમિનાથનું છે. મૂળ મદિર ૧૨ મા સૈકામાં બંધાયું હતું, પગુ હાલનું મંદિર ૧૭મા સૈકાનું છે. એમાં મૂલનાયકની મેટી પ્રતિમાની પ્રતિષ્ઠા એના આસન પર કોતરેલા લેખ મુજબ સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં વિજયદેવસૂરિએ કરી હતી ને એ પ્રતિમા ઓકેશ (ઓસવાલ) જ્ઞાતિના બુહરા (રા) રાજપાલે કરાવી હતી.૭૯ દેવાલય મૂળ ગભારો, બીજા બે ગભારા, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ (રંગમંડ૫) અને ૨૪ દેવકુલિકાઓનું બનેલું છે. એનું શિખર તથા ગૂઢમ ડપની બહાર નો ભાગ હાલમાં બનાવેલાં છે. શિખર તારંગામાં આવેલા દેરાસરના શિખર જેવું છે. એના તથા ઘૂમટના આમલસારની નીચે ચારે બાજુએ માં બનાવ્યાં છે. ગૂઢમંડપના તંભ આબુ-દેલવાડાની વિમલવસતિના સ્તંભ જેવા છે. ભમતીમાંના તથા ચોકીમાંના સ્તંભ એના કરતાં સાદા છે. સભામંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડાના બે નાના સ્તંભોની વચ્ચેની કમાન પર મકરમુખ મૂકેલાં છે ને એ રીતે સુંદર તરણ કતરેલાં છે. પહેલાં આવાં બીજાં તોરણ હતાં તે હાલમાં નાશ પામ્યાં છે. પ્રાસાદની બંને બાજુએ બધી મળીને આઠ દેવકુલિકા છે, તેમાં એક મોટી છે. ગૂઢમંડપની અંદર ઘૂમટના ઘાટનું મનોહર વિતાન છે. મંડપના બીજા ભાગની છત તથા ચોકીની છત સાદી છે. મૂળ ગભારાની જમણી બાજએ ઉપરના ભાગેલા પાટડાને ટેકવવા માટે ત્રણ બેડોળ કમાન ચણી છે ને એને બાજુના સ્તંભ સુધી લંબાવી છે તેથી ઘણું કોતરકામ ઢંકાઈ જાય. છે. ચેકીના ઓટલા ઉપર કેસર ઘસાય છે. એની પાસે અંબાજી માતાની દેરી છે. એની આગળ રંગમંડપ છે. એમાં કે તરણ સુંદર છે. એની આસપાસ ર૪ દેરી છે. ભમતીમાં અનેક ખંડિત-અખંડિત મૂર્તિ છે. પૂર્વ તરફની વચલી મોટી દેરીમાં સં. ૧૬૭૫ ના લેખવાળ આદિનાથની મૂર્તિ છે. ત્યાં જિનભાવપટ્ટો અને ચોવીસીના પટ્ટ પણ છે. દેરાસરના પાછલા ભાગમાં ગોખની