Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારક
[ ૧૩
કરી. આ વખતે બરહાનપુરી ભાગળ પાસે આવેલી અંગ્રેજોની ૩૪ દુકાને, એને. હવામહેલ અને બીજી પાકી ઇમારતો આવેલી હતી તે બધી ઉખાડી નાખવામાં આવી. ૨૧ શહેરપનાહનું બાંધકામ વરિયાવી ભાગળથી શરૂ કરવામાં આવ્યું.. પ્રવાસી થવેને અને એને પછી આવેલ ફ્રાયરે ૧૬૭૪ માં આ કટનું બાંધકામ ચાલુ હોવાની નોંધ કરી છે. ઍવેનોએ નેપ્યું છે કે કોટ ૧૦×૧૦ નો ઈટોથી બંધાય છે. એમાં શહેરને બહુ ઓછો ભાગ આવરી લેવાયો છે અને શહેરની કેટલીક વસ્તી એ કાટને લીધે બહાર ફેંકાઈ ગઈ છે. ફ્રાયરે લખ્યું છે કે એ કેટ ઊંચો અને સારી પકવેલી ઈટાનો બંધાય છે. ઉપર્યુક્ત માપ આપવાની બાબતમાં થેનોની ભૂલ થયેલી જણાય છે. વસ્તુત: શહેરેપનાહ કઈ કઈ ઠેકાણે ૨૦ ફૂટ તો કોઈ ઠેકાણે ૨૮ ફૂટ જેટલો ઊંચો હતો, એવી રીતે એની પહોળાઈ ૮ થી ૧૨ ફૂટ સુધીની હતી. ૨૨ નવા શહેરપનાહમાં ૧૨ ભાગળ કરવામાં આવી. ઉત્તરથી પૂર્વ તરફ અર્ધવર્તુળાકારે જતાં એ ભાગળોનાં નામ અનુક્રમે વરિયાવી, સૈયદપુરી, બરહાનપુરી, નવસારી, મજૂરા, મક્કાઈ, બાદશાહી, ડકકાની.. રાજાઓવારાની, ફુરજાની, મીરબહૂની અને મુલ્લાં ખડકી. આમાંની મલાં ખડકી નામ પાછળથી પડયું જણાય છે. દરેક ભાગળમાં દરવાજાની બંને બાજ ઊંચા બુરજ કરેલા હતા, જેના પરથી તોપમારો કરવાની વ્યવસ્થા કરેલી હતી. શહેરપનાહમાં ચોકબજાર, મુલ્લાં ચકલે, માછલી પીઠ, રાણી તળાવ, કણપીઠ, કેળાપીઠ, રહિયા સેનીને ચકલા, ભાગાતળાવ, સંઘાડિયા વાડ, બડેખાને ચકલો અને આસુરબેગનો ચલે એટલે વિસ્તાર આવરી લેવાયે.૨૩ આજે શહેરપનાહ, નષ્ટ થઈ ગયો છે અને બડેખાના ચકલા જેવી કોઈ જગ્યાએ એના અવશેષ રહી ગયેલા જોવા મળે છે.
ઔરંગઝેબના સમયમાં સુરતની વસ્તી ખૂબ વધી જતાં શહેરપનાહ બહાર ઘણાં પરાં વસી ગયાં. આ પરાંઓને ફરતો કાચો કોટ તૈયાર હતો, પરંતુ એ રક્ષણ માટે પૂરતો નહતો. ઔરંગઝેબ એને પાકે કરાવવા માગતો હતો, પરંતુ એના અવસાને એ કામ પડતું મુકાયું.'
પરંતુ મરાઠાઓ તરફના સતત ભયથી સુરતના નવાબ (મુત્સદ્દી) હૈદરકુલીખાને શહેર અને એને ફરતાં પરાંઓ સહિતની વસ્તીને આવરી લેતો “આલમપનાહ” ઈ.સ. ૧૭૧૭ માં બંધાવો શરૂ થયો, જે કામ ઈ.સ. ૧૭૨૧ સુધી ચાહ્યું હોવાનું જણાય છે. પાછળથી પણ એમાં છેક ૧૭૬૨ સુધી સુધારાવધારા થતા રહ્યા. ૨૫ આલમપનાહના વિશાળ બાંધકામ માટે નકામાં થઈ ગયેલા ગોપી, તળાવના તળિયાના પથ્થર કાઢીને વાપરવામાં આવ્યા હતા. ૨૪