Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જા]
મુઘલ કાલ
(પ્ર.
આલમપનાહ સાડા પાંચ માઈલ લાંબો, લગભગ ૨૦ ફૂટ ઊંચે અને ૮ ફૂટ પહેળે હતો. એમાં વાયવ્ય ફાટકના દરવાજાથી શરૂ કરતાં અનુક્રમે વરિયાવી, કતારગામને દરવાજો, લાલ દરવાજે, દિલ્હી દરવાજે, સહરાને દરવાજે, સલાબતપરાનો, માન (રૂસ્તમપરાનો), નવસરીને, જાફરઅલીન (સગરામ પરા), મજૂરાને અને અઠવાને એમ કુલ ૧૨ દરવાજા આવેલા હતા. દરેક દરવાજા ઉપર બેઠક અને એના પર બંગલી કરેલી હતી. નવસારી અને દિલ્હી દરવાજાની બંને બાજુએ મોટા ઊંચા બુરજ હતા અને એના પર તોપો ગોઠવવામાં આવી હતી. કેટને ફરતી દીવાલમાંથી બહારની બાજુ બંદૂક તાકી શકાય એ માટેનાં બાકાં કરેલાં હતાં. ૨૭ આ દરવાજાઓ પૈકી ૧૭૩૮ માં બંધાયેલો લાલ દરવાજે (આ. ૧૯) સારી હાલતમાં છે.
આલમપનાહના બાંધકામથી શહેરપનાહની બહાર વિકસેલાં નીચેનાં ૧૪ પર આવરી લેવાયાં : ગિયાસુદ્દીનપરા(ઘાસ્તીપુરા) રામપરા રૂઘનાથપરા મહીધરપરા હૈદરપરા બેગમપરા સૈયદપરા હરિપરા નવાપરા ઇન્દરપરા સલાબતપરા રુસ્તમપરા સગરામપરા અને નાનપરા. આ પૈકીનાં રામપરા રૂઘનાથપરા મહીધરપરા હરિપરા ઈન્દરપરા અને સગરામપરા એ છ પરાં જુદા જુદા અનાવિલ આગેવાનોએ વસાવેલાં હતાં. સુરતના મુત્સદી સલાબતખાને ૧૯૮૭માં સિલાબતપરા વસાવેલું. હૈદરપરા હૈદરકુલીખાને ૧૭૧૭ માં અને નાનપરા પારસી
શ્રીમંત નાનાભાઈ નરસંગજી પટેલે ૧૭૨૦ માં વસાવેલું. બેગમપરાના જૂના -વસવાટને પાછળથી ઔરંગઝેબની બહેનની સ્મૃતિમાં બેગમપરા નામ અપાયેલું, સૈયદપરા નામ સુરતના પ્રસિદ્ધ સંત શેખ સૈયદ ઈક્સના કોઈ પૂર્વજના નામ પરથી પડેલું જણાય છે. રુસ્તમપરા સંભવત: પારસી રુસ્તમ માણેક શેઠના -નામ પરથી પડેલું. પાછળથી એના જ એક મહલ્લાને એમના પુત્ર ફરામના નામ પરથી ફરામપરા તરીકે ઓળખવામાં આવ્યો.૨૯ સમય જતાં નવાં પરાં વસતાં ગયાં. ઈ.સ. ૧૭૨૫ માં અઠવા દરવાજા પાસે કાછ મીર તુલાખાને મકદુમપુરા વસાવ્યું.
અઠવા: મુલ્લાં મુહમ્મદ અલી ખાને ૧૭૨૯ માં સુરતની નવાબી હાંસલ કરવા માટે સુરતથી ૩ માઈલ દૂર અઠવા ગામે એક કિલ્લે બંધાવવા માંડયો ત્યારે સુરતના મુત્સદી સોહરાબખાને (૧૭૨૫-૩૩) એને અટકાવ્યું. પાછળથી મુઘલ બાદશાહની પરવાનગી મળતાં એ કિલ્લે તૈયાર થયા, પણ એ વખતના મુત્સદ્દી તેગબખ્તખાને (૧૭૩૩-૧૭૪૬) નવાબ બનવાની કોશિશ કરતા મુલ્લાં મુહમ્મદ અલીખાનને મારી નાખી, અઠવાનો કિલ્લો પણ ખોદાવી નાખ્યો. ૩૦