Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું ] સ્થાપત્યકીય મારકે
[૪૧૭ પગથિયાં કરેલાં છે. મહેલનું ઉત્તરકાલમાં વારંવાર સમારકામ થવાથી એના અસલ સ્વરૂપમાં કેટલાક ફેરફાર થઈ ગયો છે. એમાં ઈ.સ. ૧૮૩૫ માં વિલિયમ્સ ધાબા પર કરેલી બે ઓરડી નોંધપાત્ર છે. ૩૭ મુઘલ કાલના ઘણું મહેલ નાશ પામી ગયા છે, જ્યારે આ મહેલ હજી એના અતીતના ગૌરવને જાળવી રહ્યો છે અને ગુજરાતના રાજ્યપાલનું નિવાસસ્થાન બની રહ્યો છે.
શાહીબાગની જેમ અમદાવાદની આઝમ સરાઈ પણ નામાંકિત સ્મારક છે. ભદ્રના કિલ્લામાં ભદ્રકાળીના મંદિરની બાજુમાં હાલ જેમાં સરકારી પુસ્તકવેચાણ કેંદ્ર છે તે ભવ્ય બાંધકામને અગાઉના વિદ્વાનોએ આઝમખાનના મહેલ તરીકે ઓળખાવેલ છે, પરંતુ એના પ્રવેશદ્વાર પરના હિ. સ. ૧૦૪૭(ઈ.સ. ૧૯૩૭)ના લેખમાં એ સરાઈ હોવાનો ઉલ્લેખ થયેલો છે એ પરથી અને એના વિશે પ્રવાસીઓએ કરેલા ઉલેખ પરથી છે. કેમિસરિયેતે એ મકાન સરાઈ (મુસાફરખાનું) હોવાનું ઠરાવ્યું છે.૩૮
ગુજરાતના બાંધકામપ્રિય સૂબેદાર આઝમખાને ઈ.સ. ૧૬૩૭ માં આ સરાઈ (આ. ૨૩) અકબરના સમયમાં ભદ્રના દરવાજાના અનુસંધાનમાં મેદાને શાહ તરફ બંધાયેલ નવા દરવાજાના દક્ષિણ બાજુમાં પડતા ખૂણામાં કરાવી. આ વિશાળ ઈમારત ૨૪૦ ફૂટ (૭૩૨ મીટર) લાંબી અને ૨૧૦ ફૂટ (૬૪ મીટર) પહોળી છે. ઉત્તરની પાંખ ભદ્રના નવા દરવાજા સાથે જોડાઈ ગઈ છે. આ લંબાવાયેલી પાંખના એક ઓરડામાં મરાઠા કાલમાં ભદ્રકાળી માતાનું મંદિર કરવામાં આવેલું છે. સરાઈનો હાલનો પ્રવેશ દરવાજે મુઘલ કાલમાં સર્વત્ર પ્રિય થયેલી ઈરાની શૈલીને છે. એનું પ્રવેશદ્વાર ૧૮ ફૂટ (૫.૫ મીટર) ઊંચું છે. એની આંતરિક રચનામાં ઘણા ફેરફાર થયા હોવાથી એના મૂળ સ્વરૂપ વિશે ચેસ ખ્યાલ બાંધી શકાતું નથી. હાલમાં અંદર દાખલ થતાં મોટો અષ્ટકોણ ખંડ આવે છે; એની ચાર બાજ અને ચાર ખૂણે ચાર-ચાર નાના અષ્ટકોણ ઓરડા કરેલા છે. મોટા ખંડના ખૂણાઓની બાજુઓ લંબાવીને એ ઓરડાઓમાં જવાના રસ્તા કાઢયા છે. આ મુખ્ય ખંડ. પર ભાળ કરે છે. એ મુખ્ય ખંડમાંથી પાછળના ભાગમાં ચેકમાં જવાય છે. એમાં ફરતી ઘણી ઓરડીઓ કરેલી છે. એના પર પણ માળ કરેલા છે. અષ્ટકોણ ખંડ અને એને ફરતા આઠ ખંડ–એટલા ભાગ નીચે ભેંયરું કરેલું છે. એમાં હવાઉજાસ માટે ચાર જગ્યાએ વ્યવસ્થા કરેલી છે. પાછળના ચેકની વચ્ચે કરેલ હેજની મધ્યમાં ફુવારાની ચના કરેલી હતી. ભોંયરામાં પણ અષ્ટકેણું ખંડને ફરતા ઓરડા કરેલા છે. એમાંથી ઉપર જવાના રસ્તા બંધ કરેલા છે. પાછળના
ઇતિ–૨૭