Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું ]
થાપત્યકીય સમારકે
૩૪૦૫
મોતી દરવાજો નામ મોતી મસિજદ પરથી પડયું લાગે છે. હાલના પાટણમાં પ્રાચીન પાટણથી આવી વસેલા લોકોનાં કુટુંબેએ પોતાનું પાછલું ગૌરવ જાળવવા નવા લત્તાઓને પણ એવાં જૂનાં નામ આપ્યાં હોય એ સ્પષ્ટ સમજાય છે. એમાં ખેતરવશી મહોલે' બહુ સારો પ્રકાશ ફેંકે છે. મુસ્લિમ અસર નીચે એને “મહોલ્લા ” કહ્યો છે ને “ખેતરવશી” એ ખેતરવસહી ક્ષેત્રવાતિ અપભ્રંશ) છે. એ સમયે વસવાટનાં જુથને “વસહી” નામથી ઓળખતા.
પાટક” પરથી “વાડા” અને “પાડા' શબ્દ પ્રચલિત બન્યા છે, જેમાંથી અમદાવાદમાં “વાડા” વિકસ્યા છે, પણ પાટણની હિંદુ વસ્તીની ખાસિયત પાડા'ને જૂજપણે સ્થાન મળ્યું છે.
પાટણની પશ્ચિમે “અનાવાડા ગામ છે, જે જૂનું અણહિલપાટક હેવાને ઘણો સંભવ છે. ત્યાં જવાના રસ્તા પર આદીના મસ્જિદ અલાઉદ્દીનના પહેલા સૂબેદાર અલ્પખાને બંધાવી હતી, એ “મિરાતે અહમદી' ઉલ્લેખ કરે છે. હકીકતે આવી બંધાતી ભરિજદ નજીકમાં જ વસવાટ સૂચવે છે.
જૂના કાળકા મંદિર પાછળ કેટ પ્રાચીન પાટણનો સંભવત: હેઈ શકે. એ મંદિરને લીધે કોટને એ થોડો ભાગ બન્યો છે. એમાંના બે થાંભલા પર ૧૩ મા સૈકાના લેખ છે, એ બતાવે છે કે નવા પાટણ માટે નવાં કાલિકા માતાના સ્થાનનું મહત્ત્વ વધ્યું.
કેટલાક બીજા ઉલ્લેખ હાલનું પાટણ, અણહિલપુરના વતનીઓ ત્યાંથી ખસી અહીં સ્થિર થતાં, ધીમે ધીમે વિકર્યું હોવાની પ્રતીતિ કરાવે છે. એમ થયું હોવાને ઘણે સંભવ છે કે મહાલયોની નજીક જે લોક હતા તેમને પાટણ તૂટતાં જ એ જગ્યા છોડી જવાની ફરજ પડી, ત્યાં આગળ વિજેતાઓની વસ્તી સ્થિર થઈ ને એ લેકે નગરની પૂર્વ બાજ સ્થિર થયા. ધીમે ધીમે પૂર્વ બાજુ વસ્તી વધતી ગઈ ને છેવટે એને કાટ થયો. એમાં જૂનાં સ્થાનનું પુનરાવર્તન પણ થઈ શક્યું તેમજ બહુ દૂર ગયા સિવાય જીવનપ્રવૃત્તિ ચાલુ રહી. પાટણનાં સ્થળ-નામોને અભ્યાસ કરતાં આમ બન્યું હશે એમ સ્પષ્ટ થાય છે. ટૂંકમાં, પાટણને કેટ અકબરના સમય પછી થોડા સમયના ગાળામાં થયો ને પાછળથી મરાઠાઓએ એ લીધે ત્યારે એને મજબૂત કરી એમાં ઉમેરો કર્યાનું જણાય છે. ચાંપાનેર
સુલતાન કાલનું ચાંપાનેર યા મહમૂદાબાદ મહમૂદ બેગડાએ વસાવ્યું તે હતું, પરંતુ એની સ્થળ પસંદગી ઉચિત ન હોવાથી એને વિકાસ થઈ શકશે નહિ,