Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦]
મુઘલ કાલ
[પ્ર.
નાળાના નીચેના ભાગમાં બાંધવામાં આવ્યો છે ને એને ર.૭૫ મીટર જાડી મેરીની દીવાલ સામે આઠ થાંભલાના ટેકે મૂકેલે છે. ૧૫મીટરના વ્યાસવાળી ત્રણ વર્તુલાકાર મોરી સામેની દીવાલમાંથી બહાર આવે છે (આ. ૧૭). સામેની બાજુ ઉપર બે નાની છત્રીઓને જોડતે પથ્થરને કઠેડો મોટી દીવાલને છેડે આવેલ જેવા મળે છે. નૈત્યમાં નકામું પાણી કાઢવા માટે ત્રણ મેરી છે ને એ મરી: હિંદુ કારીગરીમાં બનેલી હોઈ ચેકસપણે ૧૬ મી સદી કરતાં તે ઘણી જૂની છે. આ વ્યવસ્થાને કારણે નદીમાં પૂર આવવા છતાં પાણી અમુક ઊંચાઈથી વધતું નથી. સરોવરની ચારે બાજુ પથ્થરનાં પગથિયાં, ઢેરને પાણી પીવા આવવા માટેના ઢાળના ભાગ છોડીને, વ્યવસ્થિત રીતે બનાવેલાં છે.
આ સરોવરની રચનામાં જૂનાં મંદિરનાં ખંડેરોના પથ્થર સારી પેઠે વપરાયા છે. પાણીની આવકવાળા ભાગમાં જૂની કતરણીવાળા સ્તંભ જોવા મળે છે. આ સ્તંભ ટૂંકા અને થડ રૂક્ષ અલંકરણોવાળા છે; જાણે કે ગુફામંદિરના થાંભલા ન હોય! એવી રીતે પાણી બહાર કાઢનાર નાળાં સાથેના સ્તંભ કાઈ મંદિરના સીધા ઉઠાવીને મૂકી દીધેલા હેય એમ સ્પષ્ટ દેખાય છે.
સરોવર આશરે ૪૦૦ મીટર x ૪૨૦ મીટરમાં લગભગ ચતુરસ્ત આકારનું છે. પથરનાં પગથિયાં છેક પાણી સુધી જાય છે. ઘણી જગાએ ઈટકામ ચોખું જોવા મળે છે. એની આજુબાજુ કેટલાક હિંદુ તેમજ ઇસ્લામી રથાપત્યના નમૂના પણ અસ્તિત્વ ધરાવે છે. સંભવ છે કે સહસ્ત્રલિંગને મહિમા ઘટતાં ને એના તરફ ધીમે ધીમે ઓછું ધ્યાન અપાતાં આ સરોવરનું મહત્વ સ્વાભાવિક રીતે વધતું ગયું હોય ને એના કારણે એનું પુનર્નવીકરણ કરવામાં આવ્યું હોય.
મુઘલ કાલમાં થયેલા આતબાગની પાસે આવેલું જેતલપુરનું તળાવ પણ. આ કાલનું ગણાય.
પાટણની ખારી વાવ : આ નામે બે પળ ૧૭મા સૈકામાં પાટણના ઉત્તર વિભાગમાં હતી. કહેવાય છે કે ત્યાં શ્રાવકેની મુખ્ય વસ્તી હતી. આ વિભાગમાં ખારા પાણીવાળી વાવ હશે તેથી એ વિસ્તારનું નામ “ખારી વાવ” પડયું હશે. ૧૫
રેહની વાવઃ સરોત્રા(તા. પાલનપુર)થી ૭ કિલોમીટરના અંતરે અગ્નિખૂણે રહે આવેલું છે. ત્યાં ચાર નાના અભિલેખોવાળી એક વાવ છે. અભિલેખ એના સ્તંભ પર કોતરેલા છે. આખી વાવ સફેદ આરસમાં બનાવેલી છે, જોકે બધે સામાન જૂનાં મંદિરોને જ વાપર્યો છે. પ્રવેશતાં બે બાજુ એક એક નાની દેરી આવે છે. પથથિયાંની પહેલા ૨ મીટર પહોળો પડથાર છે. પછી ૧૯ પગથિયાં છે. એ પસાર કર્યા બાદ ૨.૫ મીટર પહોળો બીજે પડથાર.