Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૪] મુઘલ કાલ
પ્રિએ પાછો પાટણ આવી ગયો. આ સમયે ત્યાં ફોજદારના સ્થાને રહેલા દુર્ગાદાસરાઠોડે બંડ કરતાં સફદરખાને એને પરાજય આપી દૂર કર્યો, • જેને કારણે. સફદરખાનને ફોજદારી મળી. એને મળેલી સર્વોત્કૃષ્ટતાને કારણે એના પુત્રને પણ મોટા હેદ્દા મળ્યા. એના પુત્ર ખાનજહાં જવાંમર્દખાનને ૧૭૧૬ માં રાધનપુરની હાકેમી મળી, જેમાં ૧૭૨૩ માં પડોશનાં બીજાં કેટલાંક પરગણાં પણ ઉમેરાયાં. ૧૭૪૩ માં એને ગુજરાતની સૂબેદારી મળી. ૧૭પ૩ માં એના અવસાને એના મેટા પુત્ર કમાલુદ્દીનખાનને ગુજરાતની નાયબ સુબેદારી મળી. કઈ પ્રસંગને કારણે એ જ્યારે પાલણપુર તરફ ગયેલ ત્યારે મરાઠા સરદાર રઘુનાથરાવ (
રાબા) અને દામાજી ગાયકવાડ ગુજરાતમાં ખંડણી ઉઘરાવવા અમદાવાદ સુધી આવી પહોંચ્યા. આવી ખબર મળતાં કમાલુદ્દીનખાન એકદમ અમદાવાદ પહોંચ્યો, પણ ટાંચાં સાધનને કારણે લડાઈમાં જય ન મળ્યો. એટલે ૧૭૫ માં એને મરાઠાઓ. સાથે સુલેહ કરવી પડી. આ સમયે મરાઠાઓએ કમાલુદ્દીનખાનને રાધનપુર સમી મુજપુર પાટણ વડનગર વિસનગર અને વિજાપુર વગેરે પરગણું જાગીરતરીકે જુદાં કાઢી આપ્યાં. આ રીતે એ રાધનપુર વગેરે પરગણુને ખંડિયો. રાજવી બન્યો. ૧
૧૪. માંગરોળ(સેરઠ)ના કાઝી શેખ આ પૂર્વે (ગ્રંથ ૫, પૃ. ૧૭૨) જણાવ્યા પ્રમાણે સૈયદ સિકંદર સાથે કોઈ જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી રહેલે. ઈ.સ. ૧૭૭૫ માં ઈઝ-ઉદ્દીન અને સૈયદ સિકંદરે માંગરોળને કબજે લીધે ત્યારથી અકબરના ગુજરાત-વિજયના ઈ.સ. ૧૫૭૩ સુધીના વર્ષમાં માંગરોળમાં મુસ્લિમ સત્તા ચાલુ રહી હતી, જે મુઘલાઈમાં પણ ચાલુ હતી. મુઘલ સત્તાના અંત નજીક જમાલખાન લેહાણી. નામના સરદારના હાથમાં માંગરોળની સત્તા હતી. પેશવાની સૌરાષ્ટ્રમાં સત્તા આગળ વધતાં જાદવ જસવંત નામના મરાઠાઓને પ્રતિનિધિના હાથમાં માંગરોળ આવ્યું હતું, જે ૧૨ વર્ષ લગી ટકયું હતું. ઈ.સ. ૧૭૪૮માં શેખ ફકરૂદીનના પુત્ર શેખમિયાંએ અને મલિક શાહબુદ્દીને મળી માંગળને કિલે હસ્તગત કર્યો, અને આમ સ્થાનિક મુસ્લિમ સત્તાને સ્વતંત્ર ઉગમ થયો.
૧૫. પાલણપુરને હેતાણી વંશ જાલેરના માલદેવ ચૌહાણના વંશમાં થયેલા વીસલદેવ ચૌહાણની અથવા બીજે મતે શામલદેવ ચૌહાણની કતલ થયા પછી હેતમખાનના વંશમાં કોઈ મલેક ખુરમાન હતાણીએ યા એના પુત્ર મલેક યૂસુફખાને જાલોરમાં ગાદી સ્થાપી