Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩0} ]
મુઘલ કાલ
[ત્ર.
વાદ થયા હતા, શાંતિચંદ્ર ઉપાધ્યાયે એ જ આચાય ને ઈડરમાં રાય નારાયણુની સભામાં પરાજિત કર્યા હતા અને પદ્મસાગરને પણ દિગંબર પ ંડિતા સાથે શાસ્ત્રાર્થ થયા હતા એવા શ્વેતાંબરાને દાવા છે.૬૩ મુઘલ કાલમાં ગુજરાતમાં કેટલાક દિગમ્બર જૈન ગ્રંથ રચાયા છે તથા કેટલાકની ગુજરાતનાં ગ્રામનગરીમાં નકલ થઈ છે એમ હસ્તલિખિત ગ્રંથભંડારાની સૂચિએ આદિ ઉપરથી જણાય છે. ૬૪ પણ દિગંબર સંપ્રદાય વિશે એ ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર એવી ઝાઝી માહિતી મળતી નથી, પરંતુ શ્વેતાંબર જૈતેમાં એ કાળે કેટલાક આંતરિક મતભેદ પ્રવર્યાં. એમાંથી સલ્તનત કાલ દરમ્યાન સ્થાનકવાસી સંપ્રદાય કપ અને કડવા મત કે પ્રવાઁ હતા.
એક જ સંપ્રદાયના આંતરિક મતભેદ વિભિન્ન સ`પ્રદાયના મતભેદા કરતાં કેટલીક વાર વિશેષ કલેશકર હાય છે એનું ઉદાહરણ મુઘલકાલીન જૈન ઇતિહાસમાંથી મળે છે. સ્થાનકવાસી મત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયથી અલગ પડયો ત્યારથી એ બંનેને વિસ વાદ ચાલ્યા કરતેા હતેા. જૂના વિચારના તે આ નવા સંપ્રદાય સાથે લગ્નવ્યવહાર કરવાથી જ નહિ, એમની સાથે જમવાથી પણ વિરુદ્ધ હતા. આથી સ્થાનકવાસીઓએ આ પ્રતિબધા દૂર કરાવવા માટે પાદશાહ શાહજહાંને વિનંતી કરી, એ વિન ંતીના નિણૅયરૂપે શાહજહાંનું એક ક્રૂરમાન ગુજરાતના એ સમયના સૂબેદાર શાહજાદા દ્વારા ઉપર મે।કલવામાં આવેલું છે. એમાં જણાવ્યું છે કે સહભાજન કરવું કે સગપણ સબંધ બાંધવા એ વસ્તુ બંને પક્ષાની સ ંમતિ ઉપર અવલંબે છે, એટલે એ માટે કાઈને ફરજ પાડી શકાય નહિ, છતાં આ બાબતમાં ઢાઇ પ્રકારની અશાંતિ થાય તે। સખત હાથે કામ લેવુ. આ ક્રૂરમાન ઈ.સ. ૧૬૪૪ નું એટલે કે લેાંકાશાહના મતના પ્રવર્તનથી ૧૯૨ વર્ષ પછીનું છે. દેઢસા વર્ષમાં પશુ અને પક્ષ પેાતાના પ્રારંભિક વિસંવાદને ભૂલી શકષા નહેાતા એ વસ્તુ એ કાલના સાંપ્રદાયિક જીવન ઉપર પ્રકાશ પાડે છે.૧૭
અકબરના સમયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈતેના બે ગચ્છ—તપાગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે પણ કેટલાક ઉમ્ર મતભેદ થયા હતા. તપાગચ્છતા મેટા અનુયાયી વર્ગ ગુજરાતમાં હતા અને ખરતરગચ્છના ઘણા અનુયાયી ગુજરાત ઉપરાંત મારવાડમાં અને અન્યત્ર હતા. તપાગચ્છતા વિદ્વાન, પણ વાદપ્રિય ઉપાધ્યાય ધર્માંસાગરે તવાંગીવૃત્તિકાર’–જૈન આગમનાં નવ અંગે ઉપર ટીકા રચનાર અભયદેવસૂરિ ખરતરગચ્છના નહેાતા એવા પ્રબળ વાદ પાટણમાં કર્યો તથા ખરતરગચ્છ અને ખીજા ગચ્છા ઉપર પ્રહાર કરતા અનેક ગ્રંથ રચ્યા.૬૮