Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું]
ધર્મ-સંપ્રદાય
[૩૭
ઇસ્લામના આંતરિક મતભેદોનું નિરાકરણ કરવા માટે કુરાન શરીફની એક પ્રમાણિત વ્યાખ્યા (ટીકા) તૈયાર કરાવવી જોઈએ એમ લાગતાં ઈ.સ. ૧૫૭૫ માં એણે એક ઈબાદતખાનું ફતેહપુર સીક્રીમાં બંધાવ્યું, શિયા સુની જૈન પારસી હિંદુ ખ્રિસ્તી વગેરે બધા ધર્મોના વિદ્વાનની ધર્મચર્ચાને કારણે એનું એ ઇબાદતખાનું એ જમાનાનું “વિશ્વધર્મનું સંસદુ ભવન” બની ગયું છ૨
પરંતુ આ પ્રકારની ધાર્મિક ચર્ચાનું કંઈ નક્કર પરિણામ ન આવ્યું. દરેક વિદ્વાન પોતાના મતને શ્રેષ્ઠ અને પિતાના ધાર્મિક પુસ્તકને ઈશ્વરપ્રદત્ત માની એમાં જ સાચું જ્ઞાન સમાયેલું છે એમ કહેવા લાગે. સામા પક્ષની વાત માનવા કે સમજવા કેઈ તૈયાર ન થયા. આની અકબર ઉપર ઊંડી અસર પડી. એણે ધાર્મિક ઉદારતાની નીતિ અપનાવી. એના શાસનકાલ દરમ્યાન ઈસ્લામને પરિવર્તિત કરી. દે એવી બે બાબત અસ્તિત્વમાં આવી : એક મઝહર(આવિર્ભાવસ્થાન)ને સ્વીકાર. અને બીજી દીન-ઈ-ઈલાહીની સ્થાપના.
મુસ્લિમેના આંતરિક ધાર્મિક મતભેદોને દૂર કરવા માટે એણે ઈ.સ. ૧૭૫૯ માં મઝહરને રવીકાર કર્યો. આ મઝહર દ્વારા સમ્રાટને ધાર્મિક આદેશ જાહેર. કરવાની અને ધાર્મિક બાબતો પર નિર્ણય આપવાની સત્તા આપવામાં આવી.
અકબરે બીજું પણ એવું જ ભારે ચર્ચાસ્પદ પગલું ભર્યું અને એ ઈ.સ. ૧૫૮૧ માં દીન-એ-ઇલાહીની સ્થાપનાનું. બધા ધર્મોનાં સારાં તત્વ લઈ એમાં રહસ્યવાદ પ્રકૃતિપૂજા અને બુદ્ધિવાદને સમાવેશ કરી આ ધર્મની સ્થાપના કરવામાં આવી. | દીન-એ-ઇલાહીના સિદ્ધાંત સરળ હતા. સમ્રાટ અકબરને ગુરુ (ઈશ્વર નહિ) મની એની પાસેથી આ ધર્મની દીક્ષા લેવાની હતી શિષ્ય આત્મશુદ્ધિ કરવી, પરસ્પર મળતી વખતે તેઓએ “અલ્લાહ અકબર” કહેવું, માંસ ન ખાવું, બૂરાઈ કરનાર સાથે પણ ભલાઈથી વર્તવું, બૂરું કરનારને ક્ષમા આપવી, ક્રોધ વગેરેને ત્યાગ કરવો, સૌ પ્રત્યે સદ્ભાવ રાખો, જ્ઞાનભક્તિમાં દઢતાપૂર્વક આગળ વધવું અને આત્માની ઓળખ દ્વારા ખુદા-પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એ એના મુખ્ય સિદ્ધાંત હતા. ટૂંકમાં, દીન-એ-ઇલાહીમાં સદાચાર સંયમ અને સહિષ્ણુતાના આદર્શ ચરિતાર્થ થાય છે.
અકબરને આ કોઈ નવા ધર્મની સ્થાપના કરવાનો પ્રયાસ ન હતો. આ ધર્મના પ્રસાર કે પ્રચાર માટે એણે કઈ ખાસ વ્યવસ્થા કરી નથી, એને માટે કોઈ પૂજા પદ્ધતિ કે અલગ દેવાલયની સ્થાપના પણ કરવામાં આવી નહતી.