Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨]
મુઘલ કાલ
પ્રિ.
૩ર. રુદ્રમાળ વિશે “મિરાતે અહમદી' લખે છે : “સરસ્વતી નદી ઉપર સિદ્ધરાજ
જયસિંહે બંધાવેલું એ મોટું મંદિર છે. અહીં મૂર્તિઓ અને એના શણગાર ઘણા સારા મૂકેલા હતા, અહીં પૂજા ઘણુ ઠાઠથી થતી. મુસલમાનના વખતમાં એની ખરાબી થઈ. અમદાવાદ વસાવનાર સુલતાન અહમદે એમાંની મૂર્તિઓ કાઢી નાખી અને મસ્જિદની નિશાની કરી દીધી હવે ઘણો વખત વીથી ખંડેર થઈ જઈ એની પથ્થરની ઇમારતે બાકી રહી છે (“મિરાતે અહમદી', ગુજરાતી ભાષાંતર,
ભાગ ૨, પૃ. ૧૫૫-૫૬). ૩૩. “મિરાતે અહમદ” (ગુજ. ભાષાંતર), ભાગ ૨, પૃ. ૧૪૪-૫૬ ૩૪. આ મંદિરમાંની મૂર્તિ સારંગપુર દરવાજા બહાર, સારંગપુર નામે પરામાં હતી,
પણ વારંવારનાં બખેડા અને લૂંટફાટમાં એ પરાનો નાશ થતાં, શહેરમાં સારંગપુર ચકલા પાસેના હાલના સ્થળે એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી (Commissariat,
op. cit, p. 554). ૩૫. એ જ, પૃ. ૧૫૬. “મિરાતે અહમદી' આ મંદિર વિશે લખે છે કે એ “હમણાં
દેશીવાડાની પોળમાં વ્રજભૂખણના ઘરમાં છે. આખા દિવસમાં પાંચ વખત જઈને વાણિયા ત્યાંનાં દર્શન કરે છે અને આ મંદિરનું મહાભારત ખચ પૂરું પાડે છે.'
સ્પષ્ટ છે કે નટવરલાલ-શ્યામલાલના પુષ્ટિમાર્ગીય મંદિર વિશે તવારીખકાર લખે છે. ૩૬. એ જ, પૃ. ૧૫૬-૫૮, આશાપૂરીનું મંદિર કૃપાશંકર નાગરે નવું બનાવ્યું હતું
એમ “મિરાતે અહમદી' નેધે છે. ૩૭. એ જ, પૃ. ૧૫૮-૫૯. અમદાવાદમાં કારંજના મેદાનમાં, આઝમખાનની સરાઈ
પાસે, ભદ્રના કિલ્લાને અડીને આવેલા ભદ્રકાલીના સુપ્રસિદ્ધ મંદિરને ઉલ્લેખ સર : મિરાતે અહમદી માં નથી એ સૂચક છે. ઈ.સ. ૧૭૫૮ માં અમદાવાદ
મરાઠાઓના પૂર્ણ આધિપત્ય નીચે આવ્યું ત્યાર પછી એ મંદિર બંધાયું લાગે છે. ૩૮. અહીં “મિરાતે અહમદી એ દધીચિ ઋષિની તપશ્ચર્યા વિશેની આખ્યાયિકાને પણ
ઉલ્લેખ કર્યો છે. ૩૯. અહીં “મિરાતે અહમદી' લેટેશ્વર તીર્થની વાત કરે છે, જે ઉત્તર ગુજરાતની લોક
બેલીમાં આજ સુધી ટી” તરીકે ઓળખાય છે. ૪૦. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ સરેવરને ટૂંકો પણ સ્પષ્ટ વૃત્તાંત
મિરાતે અહમદી'એ આપ્યો છે. વિશેષમાં એ લખે છે: “પાટણ શહેરના જૂના કિલ્લાની હદમાં હતું એ (તળાવ) હમણાં ઉજજડ છે.....ઇરલામીઓ ત્યાં આવી પહોંચ્યા ત્યાંસુધી બ્રાહ્મણો (ત્યાં) આ પૂજા કરતા હતા : ત્યાર પછી આ તળાવ માણસે અને જાનવરોના પાણી પીવાના કામમાં આવવા લાગ્યું. ઔરંગઝેબના રાજયમાં માટી કાઢવા અને પાછું લાવવાના કામ ઉપર એક દરોગો રાખેલો અને