Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૦]
' મુઘલ કાલ
પ. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૬૪-૬૫ ૬. શ્રીમાલ પુરાણ” (અધ્યાય ૭૦) અનુસાર, શ્રીમાળીઓનાં કેટલાંક ગેત્રોની કુલદેવતા
વટયક્ષિણી અને કેટલાંકની ભૂતેશ્વરી છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું મંદિર છે ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વટયક્ષિણ અને ભૂતમાતાની પૂજા થાય છે. સરસ્વતીના તીરપ્રદેશનાં તીર્થો વર્ણવતાં “સરસ્વતીપુરાણ માં (સર્ગ ૧૬, બ્લેક ૨૧૫) સહસ્ત્રલિંગ સરોવરના કિનારે ભૂતમાતાનું મંદિર હોવાનું કહ્યું છે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાનું “પ્રભાસખંડ'માં છે. ભૂતમાતા એ જ ગુજરાતપ્રસિદ્ધ બૂટમાતા. અરણેજ ઉપરાંત વઢવાણમાં લખતરમાં અને મહેસાણા પાસે બૂટા પાલડી ગામમાં બટ માતાનાં મંદિર છે ( ભો. જ. સાંડેસરા, “અનુસ્મૃતિ',
પૃ. ૩૩-૩૪). ૭. નર્મદાશંકર મહેતા, “શાક્ત સંપ્રદાય', પૃ. ૮–૯૯ ૮. લે. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૭૪ ૯. ગાયક્વાડ ઓરિયેન્ટલ સિરીઝના ૮૧ મા ગ્રંથ તરીકે ૧૯૩૭ માં એ પ્રસિદ્ધ થયો છે. ૧૦. નર્મદાશંકર મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૧૧-૧૧૫ ૧. એ જ, પૃ. ૧૧૯
૧૨. એ જ, પૃ. ૧૨૦-૧૨૭ ૧૩. એ જ, પૃ. ૧૨૭. જમીબાઈનાં જીવન અને કવનના વિગતે પરિચય માટે જુઓ
૬ઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં શ્રી ડાહ્યાભાઈ દેરાસરીને નિબંધ
જનીબાઈ–એક પ્રાચીન શાક્ત કવયિત્રી'. ૧૪. Commissariat, History of Gujarat, Vol. II, p. 388 ૧૫. કે. કા. શારી, “ શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી', પૃ. ૫૧ તથા ૧૬૪ ૧૬, નરેડામાં ગોપાલદાસ ક્ષત્રિયના ઘરમાં વલ્લભાચાર્યજી મુકામ કરતા. ગોપાલદાસની
વિનંતીથી આચાર્યશ્રીએ એમને ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવ્યું હતું. આ શ્રી.
શ્યામલાલજીનું સ્વરૂપ, જે હાલ અમદાવાદમાં કાલુપુરમાં દેશીવાડાની પિાળમાં શ્રી નટવરલાલ નજીક વિરાજે છે (કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૯૩). લોકસમુદાયમાં
આ મંદિરની પ્રસિદ્ધિ નટવરલાલ-શ્યામલાલના મંદિર તરીકે છે. ૧૭, સિદ્ધપુરથી વલ્લભાચાર્યજી પાટણ પધાર્યા હતા અને એમણે સહસ્ત્રલિંગ સરોવરના
કિનારે મુકામ કર્યો હતો એવી સ્થાનિક અનુશ્રુતિ છે તથા “વલ્લભદિગ્વિજય આદિ ગ્રંથનું એને અનુમોદન છે. પાટણમાં એમણે ભાગવતપારાયણ નહિ કર્યું હોય અને તેથી ત્યાંના નિવાસસ્થાને બેઠક તરીકે પ્રસિદ્ધિ નહિ મળી હોય એમ જ અનુમાન થાય છે.