Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮૮)
મુઘલ કાલ
રમખાણ થયું. આ રમખાણ સંજાણું અને ભાગરિયા અથરનાનેતેમજ બેહદીને વચ્ચે જામ્યું હતું, જેમાં કેટલાકને મતે આઠર અથવા એક અજ્ઞાત પાસી કવિ કે જેણે “સંજાણા ભાગરિયાના વિખવાદનું કાવ્ય રચ્યું છે તેને મત મુજબ, સાત૩ પારસીઓનાં ખૂન થયાં. આ રમખાણમાં ઘણા પારસી ઘવાયા હતા. પરિણામે નવસારીના છ મોબેને ખૂન કરવાના આરોપસર સુરતના બંદીખાનામાં કેદ પૂરવામાં આવ્યા હતા. નવ મહિના બાદ સુરતના વડા અકબર મોદી કુંવરજી નાનાભાઈનાં પ્રયત્ન અને લાગવગથી તેઓને છેડી મૂકવામાં આવ્યા હતા. આ કારણથી નવસારીના બેહદીનેએ ખૂબ ઊહાપોહ કર્યો હતો. નવસારીમાં થયેલા આ વિખવાદને કેર્ટકચેરીને આશરે લેવા છતાં સહેલાઈથી અંત આવ્યું ન હતું. ગાયકવાડ સરકારના હુકમથી છેવટે સંજાણા
બેદે આતશ બહેરામને નવસારીથી ઈ.સ. ૧૭૪૧ માં વલસાડ લઈ ગયા ત્યારે જ આ વિખવાદને અંત આવ્યો.૯૪
સુરતમાં પારસીઓને વસવાટ
મુઘલ કાલમાં નવસારી અને અન્ય પંથકના પારસીઓએ પણ સુરતમાં ધંધાર્થે આવીને વસવાટ શરૂ કર્યો હતો. અહીં વેપાર માટે યુરોપના દેશમાંથી જે વેપારીઓ આવતા હતા તેમના દલાલ દુભાષિયા નાણાવટી કે ભાગીદાર તરીકે પારસીઓ આવીને સ્થિર થયા હતા. વળી સુરત અને એની આસપાસનાં ગામમાં પારસીઓની વસ્તી વધવાથી ગોદાવરા પંથકના વડા મથક અંકલેશ્વરમાંથી ચાર બેબે નામે પેસ્તન ખોરશેદ, અર્પદયાર ચાંદા, કામદીન બહેરામ અને લીમ મહેરજીને મેકલવામાં આવ્યા હતા.૫
ઈ.સ. ૧૭૨૧ માં ૨૬ મી નવેમ્બરે જામાસ્પ નામને એક ઈરાની મેબેદ સુરત આવ્યો હતો. એણે અહીંના પારસીઓના પંચાંગની ગણતરીમાં એક મહિનાને "ફાવત જોયો હતો, પરંતુ સુરતના પારસીઓનું આ બાબતમાં ધાર્મિક ઝનૂન જોઈને એ ગભરાયો હતો. એણે સુરતના દસ્તૂર દારાબને, નવસારીના દસ્તૂર જામાસ્પ આશાને અને ભરૂચના દસ્તૂરને “ઝંદ-પહેલવી” શાસ્ત્રગ્રંથ શીખવ્યો હતો.૯૪
જજ બુથિયર નામનો અંગ્રેજ અમલદાર સુરતમાંથી ઈ.સ. ૧૭૧૮ માં પ્રાપ્ત કરેલી વંદીદાદ, વિસ્પદ અને ગંદ-અવસ્તાની નકલે સ્થાનિક પારસીઓ પાસેથી મેળવી ઈ.સ. ૧૭૨૩ માં ઈગ્લેન્ડ ગયા હતા, પરંતુ ઈંગ્લેન્ડમાં આ પુસ્તક વાંચનાર કોઈ હતું નહિ ૯૭