Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૦૦]
મુઘલ કાલ
ઝિ
કરાવી ભારતીય નગર–આયેાજન પદ્ધતિની સફળતાને પરિચય પણ કરાવ્યું. આવું જ ધોળકા ખંભાત, હિંમતનગર જૂનાગઢ મહેમદાવાદ ચાંપાનેર વગેરે શહેરમાં પણ થયું.
મિરાતે અહમદી' અમદાવાદમાં ૧૭ ચલાં હતાં એમ નેધે છે ને તેઓનાં નામ આ પ્રમાણે આપે છે : ખાસ બજાર (ભદ્ર અને ત્રિપોલિયાની વચ્ચે), પાનકેર, માણેકચોક, ઢીંકવા, તીન લીમડી, ભંડેરીપુર, ઈદવારપુર અથવા કબીરપુર (ખાડિયા તરીકે જાણીતું), રાયપુર, આસ્તાડિયા, જમાલપુર, રાયખડ, ખાનપુર, શાહપુર, ઈડરિયા, દરિયાપુર, સદર જહાન, જેહારીવાડા (ઝવેરીવાડ). અહીં ચેકી માટે કેટવાલ રખાતા.
પિળ વગેરેનું અસ્તિત્વ જોવા મળે છે એ પરથી સલતનતના ગાળામાં શરૂ થયેલે પળોનો વિકાસ આ કાલમાં સારો એવો થયે હશે એ 'મિરાતે અહમદી'ના લખાણ પરથી ને એમાં આપેલાં નામો પરથી સમજાય છે. ધંધાના આધારે, મુખ્ય વ્યક્તિના આધારે કે પ્રાકૃતિક પરિસ્થિતિના આધારે પોળોનાં નામ પડેલાં જોવા મળે છે. એમાં પાટકનો ઉપયોગ “પાડો” કે “વાડોથી હજીય ચાલુ છે, પણ એ પાટણના જેટલે અહીં પ્રચલિત નથી. અમદાવાદના આયોજનમાં પોળ વધુ, ખડકી ખાંચા નાકાં શેરી વગેરે ઓછાં, ને મુસ્લિમ વિસ્તારમાં શેરી ગલી ખાંચ મહેલે ફળિયું વાસ મહેલાત વગેરે જોવા મળે છે.
અત્યારની ભંડેરીપોળ એ સમયે ભંડેરીપુર (નાનું નગર) કહેવાતી. આવી બધી થઈને ૮૦ મુખ્ય પોળ હતી, જેમાંની ઘણીનાં નામ અત્યારે ચાલુ છે ને ઘણું નામ જડતાં નથી.
શહેરની બહાર પરાંને વસવાટ થયેલું જોવા મળે છે. સતનત કાલમાં અમદાવાદની આસપાસ ઘણુંખરાં પરાં વસ્યાં હતાં. મુઘલ કાલમાં શહેર બહારની વસ્તી વધતાં હવેલી પરગણાનાં કેટલાંક ગામ પરાંઓમાં ગણાયાં. એનાથી ઊલટું દૂરનાં પરાં ગામોમાં ગણાયાં, જેમકે ઈસનપુર અસારવા આસપુર સમીપુર ઇનાયતપુર શેખપુર વગેરે. મુઘલ બાદશાહના વખતમાં અહીં કેટલાંક નવાં પરાં પણ વસ્યાં, જેમકે જહાંગીરપુર નુરગંજ મુરાદગંજ કાજીપુર નવરંગપુર બાબીપુર વગેરે. | મુઘલ કાલના ગુજરાતના શ્રેષ્ઠ નગરસ્થાપત્યના નમૂના તરીકે અમદાવાદ હતું એની પ્રતીતિ કરાવતાં તત્કાલીન મુસાફરોનાં વર્ણન નગર-આયોજન પદવિન્યાસ તેમજ જનસમાજની સંસ્કૃતિ ને વૈભવને સારો ખ્યાલ આપે છે. બાદશાહી સમયના વર્ણનમાં શહેરમાં રસ્તાઓમાં છાયા માટે ઝાડ રોપવામાં