Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ખંડ ૪
પુરાવસ્તુ
પ્રકરણ ૧૨
સ્થળ-તપાસ અને ઉત્ખનન દ્વારા મળેલી માહિતી
મુધલ કાલમાં પુરાવસ્તુ ક્ષેત્રની તપાસ કરતાં એક હકીકત સ્પષ્ટ થાય છે કે આ કાલના અવશેષો પૈકી પ્રમારા પર સારું ધ્યાન અપાયું છે, પણ તત્કાલીન નાનીમેાટી વસ્તુના ઇતિહાસ પરત્વે એ દૃશ્ય દેખાય છે, આથી કેટલાક દાગીના, ચિત્રા, નાની મેાટી સચવાયેલી વસ્તુએ આ કાલની એ ધાણીએ। તરીકે વિખરાયેલી પડેલી છે. તદુપરાંત આ કાલમાં પ્રચલિત પરંપરામાં કામ કરનાર કારીગરે પણ હયાત હાઈ એ પર પરા પ્રમાણે નવા સામાન પણ તૈયાર થાય છે.
આ બંને પરિસ્થિતિને લીધે સામાન્યતઃ નજીકના ભૂતકાળની વસ્તુઓના અધ્યયનથી ઇતિહાસની તપાસ કરવા તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે તેથી આ કાલના પુરાવસ્તુને અભ્યાસ ધણા પ્રારંભિક છે. વડાદરા અમદાવાદ ભરૂચઃ જેવાં સ્થળાએ થયેલાં અવલાકનેાને આધારે નીચેની રૂપરેખા પ્રસ્તુત કરી છે :
આ કાલમાં, ખાસ કરીને ૧૬ મી સદી પછી, બાંધકામમાં વપરાતી ઈંટાના કદમાં ફેર પડથો છે. જૂની ઈંટાની સરખામણીમાં આ ઈંટા પાતળી આશરે ૧૫×૨૨×૪ થી ૫ સેન્ટિમીટરના કદની છે. આ ઈંટોના ઉપયાગ ૧૬ મી સદીથી શરૂ થાય છે, પર ંતુ એને પ્રચુર પ્રમાણમાં ઉપયેગ ૧૭ મી ૧૮ મી તથા ૧૯ મી દીમાં જોવામાં આવે છે. અત્યારે વપરાતી યુરાપીય કદની ટૅખલ ઈંટાના વપરાશ આપણે ત્યાં ૧૯ મી સદીમાં વધ્યા અને અત્યારે એવી ઇટા બનાવવાનેા તથા વાપરવાના ચાલ સામાન્ય થઈ ગયા છે.
ઈટાની સાથે માટીકામની વસ્તુએ જ્યારે જોઈએ છીએ ત્યારે એક હકીકત સ્પષ્ટ થાય છે કે સલ્તનત કાલની પરંપરા આ કાલમાં ચાલુ રહેલી છે. એ પરંપરામાં ખાસ કરીને કાચના આપ ચઢાવેલા વાડકા, ચાળી, કાઠીઓ,