Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૭૮]
મુઘલ કાલ
[
બાબરથી ઔરંગઝેબ સુધીના બાદશાહ દ્વારા ભારતમાં ઈસ્લામ ધર્મનું સ્વરૂપ બદલાતું રહ્યું. શહેનશાહની ધાર્મિક માન્યતાઓ અને એ માન્યતાઓને પુષ્ટિ આપતી એમની સત્તાઓ ભારતમાં અને ગુજરાતમાં પણ ઇસ્લામના સ્વરૂપમાં વારંવાર પરિવર્તન કર્યું છે. એમાં પણ ખાસ કરીને બાદશાહ અકબર અને ઔરંગઝેબની ધાર્મિક નીતિ તથા એ નીતિના સમર્થનમાં તેઓએ પોતાની રાજ્યસત્તાના કરેલ ઉપગને પરિણામે ઇસ્લામમાં આંતરિક સંઘષ ના ઘણા પ્રસંગ બન્યા છે. અકબરની ઉદાર ધાર્મિક નીતિને કારણે દીન-ઈ-ઇલાહીની સ્થાપના અને મઝહરના સ્વીકાર જેવા પ્રસંગ અને ઔરંગઝેબની કદર ધાર્મિક નીતિને કારણે સૈયદ રાજૂની કતલ, મોમનાઓનો બળ, દક્ષિણનાં મુસલમાની રાજ્યોને વિત્ય વગેરે મહત્વના પ્રસંગ બની ગયા.
અકબરથી ઔરંગઝેબના સમય સુધી ગુજરાત સંપૂર્ણપણે મુઘલ બાદશાહને અધીન હતું. બાદશાહની નીતિનો અમલ એમના સૂબેદાર દ્વારા ગુજરાતમાં થતા. કેટલીક વાર એમ બનતું કે સુબેદારે પોતપોતાની ધાર્મિક માન્યતાઓને કારણે અન્ય ધર્માવલંબીઓ ઉપર જુલ્મ ગુજારતા. ગુજરાતના સૂબેદાર તરીકે શાહજાદા ઔરંગઝેબે પોતાની સ્વતંત્ર ધાર્મિક નીતિ અપનાવી હતી. જેના સુપ્રસિદ્ધ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને કુવ્વત ઉલૂ ઈસ્લામ' નામની મસ્જિદમાં ફેરવવાનું કામ તથા પાલનપુરના મહેદવિયા ફિરકાના વડા સૈયદ રાજૂની કતલ વગેરે એના ગુજરાતની સૂબેદારીના સમયમાં થયેલાં કાર્ય હતાં.
અકબરનું શાસન સ્થિર હતું. એની રાજકીય દીર્ધદષ્ટિ અને કઈક અંશે. ઉદાર ધર્મભાવનાને કારણે એ સુની હોવા છતાં એની ધાર્મિક નીતિ ઉદારતા સમાનતા અને સહિષ્ણુતાની ભાવના પર નિર્ધારિત કરવામાં આવી હતી. અકબરની માતા શિયા હતી, પિતા સુની હતા અને શિક્ષકમાં કેટલાક શિયા તે કેટલાક “સુલેહ કુલ'ની નીતિના સમર્થક ઉદારમતવાદી હતા. વળી એના ઉપર કબીર તથા. નાનક જેવા સંતના સર્વધર્મ સમવયના પ્રચારનો પ્રભાવ પણ પડ્યો હતો.
એનું દૃષ્ટિબિંદુ વ્યાપક હતું, અંધશ્રદ્ધાને એનામાં અભાવ હતો, આથી ઉલેમાઓ જે કાંઈ કહે તે જ આપ્તવાક્ય એવું એ માનતે ન હતો. એનાથી ઊલટું, એણે જોયું કે મુસ્લિમ ઉલેમાઓમાં પણ અંદરોઅંદર ઘણા મતભેદ પ્રવર્તતા. હતા. ઉલેમાઓની કદરતા અને મતભેદને કારણે અકબરની ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવ્યું હતું એ એક હકીકત છે.