Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૭૦]
મુઘલ કાલ
(પ્ર.
તરફથી રાજ્યની તિજોરીમાં મેટે વારસો મળ્યો હતો અને લખપતજીએ પોતે એમાં વિવિધ સાધનો દ્વારા વધારો કર્યો હતે. રાવ લખપતે પોતાના રાજયમાં વસવા માટે વિદેશીઓને ઉત્તેજન આપ્યું હતું અને પિતાને મહેલ યુરોપીય કલા-કારીગરીથી સજાવ્યો હતો એનું આયોજન કરનાર સ્થપતિ રામસિંહ માલમ નામે કુશળ કારીગર હતો, જે અનેક વાર યુરોપની મુલાકાત લઈ આવ્યો હતો અને લાંબો સમય હોલેન્ડમાં રહ્યા હતો. રામસિંહે કચ્છમાં તો બનાવવાનું કારખાનું નાખ્યું હતું તથા રેશમ અને કાચનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. કચ્છના કારીગરોને ઘડયાળ બનાવવાનું કામ એણે શીખવ્યું હતું. આવી બાબતોમાં કચ્છી કારીગરોની કુશળતા રામસિંહ માલમને આભારી હોવાનું મનાય છે. •
અમદાવાદમાં કાલુપુરમાં આવેલું એક સ્થળ “ ટંકશાળ” તરીકે ઓળખાય છે ત્યાં ગુજરાત ખાતે મુઘલ સામ્રાજ્યની મુખ્ય ટંકશાળ હતી એમ મનાય છે. ગુજરાતી વેદાંતી કવિ અખો આ ટંકશાળમાં અધિકારી લેવાની અનુભૂતિ છે. ગુજરાતની બીજી મુખ્ય મુઘલ ટંકશાળ સુરતમાં હતી. શાહજહાંને રાજ્યકાલમાં ગુજરાતને સુબેદાર આઝમખાન હતા ત્યારે જૂનાગઢમાં અને ખંભાતમાં ટંકશાળ સ્થપાઈ હતી. જુનાગઢની ટંકશાળને પહેલો પ્રાપ્ત સિક્કો હિજરી સન ૧૦૪૯(ઈ.સ ૧૬૩૯-૪૦)ને છે, જ્યારે ખંભાતની ટંકશાળનો કેઈ સિક્કો હિજરી સન ૧૦૫૧(ઈ.સ. ૧૬૪૧-૪૨) પહેલાં પડેલે મળ્યો નથી. જૂનાગઢની ટંકશાળ લગભગ ૮૦ વર્ષ સુધી એટલે કે ઈ.સ. ૧૭૧૮ માં સમ્રાટ મુહમ્મદશાહનું રાજ્યારોહણ થયું ત્યાં સુધી નિદાન ચાલી હતી અને ખંભાતની ટંકશાળ આલમગીર ૨ જાના રાજ્યકાલ (ઈ.સ. ૧૭૫૪૫૯) સુધી ચાલુ હતી. એમ જણાય છે કે જૂનાગઢ ખાતે ટંકશાળ સ્થાપવાને એક ઉદેશ “મહમૂદી' નામથી ઓળખાતા ચાંદીના નાના જૂના સિક્કા ગાળી નાખીને નવા સિક્કા બહાર પાડવાને હતા, પણ અમદાવાદની મુખ્ય ટંકશાળ ઉપર આની માઠી અસર થઈ કેમકે દીવ અને આસપાસનાં બંદરોએ જે સોનું-ચાંદી આયાત થતાં હતાં તે અમદાવાદ લાવવાને બદલે વેપારીઓ જૂનાગઢની ટંકશાળમાં એના સિક્કા પડાવવા લાગ્યા. “મિરાતે અહમદી ને કર્તા લખે છે કે અમદાવાદ ખાતે ઘીને બધો વેપાર આ જુના “મહમૂદી” સિક્કામાં થતા અને ઉમેરે છે કે “મહમૂદી’ વજન સાડાચાર માસા જેટલું હતું અને એક રૂપિયા બરાબર અઢી કે ત્રણ “મહમૂદી' થતી.૨૨
ઔરંગઝેબના સૈન્ય નવાનગર કે જામનગરનો કબજો લઈ એનું નામ “ઇસ્લામનગર રાખ્યું હતું ત્યાં મુઘલ સિક્કા પાડવામાં આવ્યા હશે, કેમકે ઔરંગઝેબના -ઈસ, ૧૬૬–૧૮ના એક રૂપિયા ઉપર ઇસ્લામનગરની ટંકશાળનું નામ છે. ૨૩