Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Re૪]
મુઘલ કાલ ઈ.સ. ૧૭૧૫ માં અમદાવાદના શરાફેમાં કેટલાક મતભેદ થયો.એ વર્ષમાં નાણાંની ભીડ વધવાથી આંટને વહેવાર૩૪ વધતે ગયો એટલે રોકડ નાણાંને વહેવાર છે થતાં સાધારણ રેયતને અગવડ પડવા મંડી. આંટનું કામ બંધ કરવા માટે અમદાવાદના શરાફને સૂબેદારે તાકીદ કરી. જાણીતા શરાફ કપૂરચંદ ભણસાલીએ એ વાત કબૂલ રાખી તેથી બીજા જાણીતા ઉત્તર ભારતીય શરાફ મદનગોપાલના ગુમાસ્તા હરિરામ સાથે એને વેર બંધાયું અને બંને પક્ષો વચ્ચે લડાઈની તૈયારી થવા લાગી. બે દિવસ વાતાવરણ તંગ રહ્યું, પણ પછી અમદાવાદના બીજા મુખ્ય નાણાવટીઓએ વચ્ચે પડી શાંતિ કરાવી.૩૫
મહારાજા અભયસિંહની સબાગીરી (ઈ.સ. ૧૭૩૦-૩૭) દરમ્યાન અનુચિત અમલદારી ફેરબદલીઓને કારણે અમદાવાદની ટંકશાળનો વહીવટ બગડથો હતો. અંકશાળની આવક વધારવા માટે સિક્કાઓમાં તાબાનું મિશ્રણ વધારવામાં આવ્યું હતું, આથી સેનામહેર અને રૂપિયાની પ્રતિષ્ઠા ઘટી હતી અને આ પ્રકારના હલકા સિક્કાઓને પાટનગરની બહાર સ્વીકારવામાં આવતા નહતા.૩૪
મિરાતે અહમદી'ની પૂર્તિ (“ખતિમા') એ તત્કાલીન ગુજરાતને અધિકૃત સર્વ સંગ્રહ છે. એમાં તોલ-માપ વિશે પણ એક પ્રકરણ છે. એને સારોદ્ધાર અહીં આપે છે૩૭ : | ગુજરાતી શેર–આલમગીરી ૩૦ દામ બરાબર છે અને એના શાહજહાંના ૨૦ દામ થાય, જેને પાકે શેર કહે છે. કાચા ૪૦ શેરનો એક ગુજરાતી મણ ગણાય છે. પાકા ૪૦ શેરને પાકે એટલે શાહજહાંને એક મણ થાય છે.
પાલી–લાકડાનું એક માપ છે. શહેરમાં એ વપરાતી નથી. એનું વજન કેટલેક ઠેકાણે અઢી શેરનું હોય છે, જે કાચા પાંચ શેર થાય છે. કોઈ ઠેકાણે પાલી બે શેરની અને કોઈ ઠેકાણે એથી પણ ઓછી હોય છે.
સહી૩૮–૨૦ પાલીનું આ માપ છે. કોઈ ઠેકાણે એ કાચા ૩૬ શેરની પણ થાય છે.
કળશી–આ રાધનપુરનું માપ છે. ત્યાં એના કાચા ૧૬ મણ ગણાય છે, કોઈ ઠેકાણે ૧૪ મણ ૧૬ શેરની કળશી ગણાય છે.
મૂ-બીજે ઠેકાણે ૧૪૪ મણને અને અમદાવાદ શહેરમાં ચૂનાને મૂડ કાચા પ૦ મણને થાય છે.
માટ–નવાનગરમાં ચાલે છે. એ છ પાલને છે અને દરેક પાલી કાચા પાંચ શેરની છે.
ખાંડી–કાચા રમણની છે અને બંદરમાં વહાણોના વજનમાં વપરાય છે.