Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ મું] ભાષા અને સાહિત્ય
[૩૧૭ નોંધપાત્ર જિનપદ્મસૂરિને “નેમિનાથ ફાગુ (ઈ.સ. ૧૩૬૬ આસપાસ) અજ્ઞાતને જંબુસ્વામિફાગુ (ઈ.સ. ૧૭૭૪), સેમસાગરસૂરિને “રંગસાગરનેમિફાગુ' (ઈ.સ. ૧૪૦૧ આસપાસ), માણિક્યચંદ્રસૂરિને “નેમાશ્વરચરિતફાગુ' (ઈ.સ. ૧૪રર આસપાસ) છે. સ્થૂલિભદ્રના ચરિતમાં માત્ર, વર્ષાઋતુનું ચિત્રણ હેાય છે, બાકીના ફાગુ, વસંતનાં સુમધુર વર્ણનથી રોચક બની રહ્યા હોય છે. નાયક-નાયિકાને વિરહ ઉદ્દીપ્ત કરવા વસંતનાં વર્ણન અપાયાં હોય છે, જે અંતે નાયક-નાયિકાની વિરક્તિમાં પરિણમતાં હોય છે.આ જૈન પરિપાટી.
રાસોની અનેક વિવિધ રચનાઓ કરતાં થોડી પણ લૌકિક તથા વસ્તુને કેંદ્રમાં રાખી રચાયેલી, વાર્તા પ્રકારની પદ્યરચનાઓ કાવ્યતત્ત્વ અને કાવ્યચિત્રણની દષ્ટિએ વધુ આકર્ષક બની રહી છે. વિજયભદ્રસૂરિની ‘હંસરાજ વચ્છરાજ ચઉપઈ (ઈ.સ. ૧૩૫૫) અને હીરાણંદનો “વિદ્યાવિલાસપવાડુ” (ઈ.સ. ૧૪૨૯) આવી. રચનાઓ છે. માણિજ્યચંદ્રસૂરિની “પૃથ્વીચંદ્રચરિત' (ઈ.સ. ૧૪૨૨) શીર્ષક કથાવાર્તા લૌકિક પ્રકારની છે, પણ એ અનુપ્રાસાત્મક ગદ્યમાં હાઈ બેનમૂન બની રહી છે.
બારમાસી” “કક' “માતૃકા “કલશ” અને પદ્યગીત પણ રચાયાં છે, પણ એમાં બારમાસી વિરહકાવ્ય તરીકે દીપી રહે છે, જેમાં મોટે ભાગે તો નેમિનાથરાજિમતીને જ નાયક-નાયિકા તરીકે આપવામાં આવ્યાં હોય છે. આ પણ ફાગુની જેમ શૃંગારપ્રધાન કવિતા છે. વિનયચંદ્રસૂરિની નેમિનાથ ચતુષાદિકા' (ઈ.સ. ૧૨૯૭ પહેલાં) સુંદર બારમાસા કાવ્ય છે.
વચિત અક્ષરમેળ છંદોમાં પણ રચનાઓ થઈ છે. આમાં શાલિસૂરિનું 'વિરાટપર્વ” (ઈ.સ. ૧૪૩ર પહેલાં) નેધપાત્ર કૃતિ છે.
સંસ્કૃત-પ્રાકત નાનામોટા ગ્રંથને શબ્દાર્થ માત્ર આપનારા બા વિકસ્યા છે, પણ એવા ગ્રંથોનાં સુભાષિતોને એક પછી એક લઈ શબ્દાર્થ મા માં બંધાઈ. ન રહેતાં દષ્ટાંતવાર્તાઓથી સમૃદ્ધ ગદ્ય આપનારા બાલાવબોધ એ જૈન વાર્તાલેખકની નમૂનેદાર સૃષ્ટિ છે. તરુણપ્રભને પડાવશ્યક–બાલાવબેધ” (ઈ.સ. ૧૪૫૫) અને સોમસુંદરસૂરિના “પડાવશ્યક “યોગશાસ્ત્ર “આરાધનાપતાકા “નવતર ભક્તામરસ્તોત્ર’ ‘ષષ્ટિશતક પ્રકરણ” વગેરે ઉપરના બાલાવબોધ ગુજરાતી ગદ્યના જ નહિ, ભાષાના પણ ક્રમિક વિકાસના સૂચક નમૂના છે.
અવિરત પ્રવાહ
સલતનત કાલમાં જૈન સાહિત્યકારોને હાથે રચના-પ્રવાહ સતત વધે જ