Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું]
(૩૪૫ ડાબેથી જમણે લખાતું હેઈ અક્ષર પણ સામાન્યત: ડાબેથી જમણે લખાતા. આથી ડાબી બાજુની ટોચ ડાબેથી વૃત્તાકાર ધારણ કરે ને જમણી બાજુનો નીચલો છેડે જમણી બાજુ વૃતાકાર ધારણ કરે એ સ્વાભાવિક બન્યું. આ મુજબ દેવનાગરી મરોડની ઊભી રેખાની ટોચને વૃત્તાકાર અપાયે, જે સામાન્યત: ડાબેથી જમણે લખાય છે, જેમકે ઉં, ખ, ગ, થ, ૨, ૪, ૫, મ, ય, ૨, ૫, સ આમ છતાં થોડાક અક્ષર નાગરી મરેડમાં એવા હતા જેની ટેય જમણેથી ડાબે લખાતી, ત્યાં ઊલટો ક્રમ ચાલુ રખાયો, જેમકે ઘ, છ, ડ, ધ, બ, વ, બીજા થોડાક અક્ષરમાં એને મુખ્ય ભાગ ડાબી બાજુએ બહાર નીકળતે હેઈ એની સુરેખાને સ્વાભાવિક રીતે જમણેથી ડાબી બાજુને વૃત્તાકાર અપાયે, જેમકે -ઠ -૨, કફ અને હૂ-હમાં.
જે અક્ષરોમાં ડાબા અંગની ઊભી રેખા નીચે લંબાતી હોય ત્યાં એના નીચલા છેડાને જમણી બાજુ મરેડ આપવામાં આવ્યો. દા.ત. “શ” અને “સ'ના મરડ ના ડાબા પાંખાના નીચલા છેડાને જમણી બાજુ લંબાવીને છેવટે થડે ડાબી બાજુ વાળવામાં આવ્યો.
વળી વચલા છેડાવાળા અક્ષરોના નીચલા ભાગને પણ વધારે વળાંક આપતે રહ્યો, જેમકે ગ, છું અને માં.
(૩) એકંદરે ઘણું મૂળાક્ષર નાગરી મૂળાક્ષરના વળાંકદાર મરેડ જેવા રહ્યા જેમ કે ગ, ઘ, ક, છ, બ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, ધ, ન, ૫, મ, ય, ૨, વ, શ, ષ, સં અને હું, જ્યારે કેટલાક અક્ષરને શિરોરેખા વિના તેમજ ઝડપ માટે સળંગ કલમે લખતાં તેઓના મૂળ સ્વરૂપમાં કેટલુંક વિશિષ્ટ પરિવર્તન થયું જેમકે અ. ઈ, ઈ ઉ, ઊ, ક, ખ, ચ, જ, દ, ફ, બ, ભ અને ળ. વાસ્તવમાં ગુજરાતી લિપિને નાગરીથી અલગ સ્વરૂપે આપવામાં આ અક્ષરોએ અગત્યનો ભાગ ભજવ્યો.
આમ છતાં કેટલાક અક્ષરો અને અંકચિહનો સળંગ કલમે નહિ, પણ બે કે વધુ ટુકડે લખતાં રહ્યાં, જેમકે અક્ષરોમાં ક, ગ, ૭, બ, ભ, ણ, ત, ફ, લ, શ, ષ, સ, હું અને અંકમાં નો મરોડ.
(૪) મૂળ સ્વરચિહનોમાં રૂ અને ૨ની જેમ ! અને તેનાં સ્વતંત્ર ચિહનો નાગરી લિપિમાં પ્રચલિત હતાં. ગુજરાતી લિપિમાં છે અને જો બંનેનાં સ્વતંત્ર ચિહનોનો લેપ થયો, પરિણામે જેમ વર્તમાન નાગરીમાં શો અને ગૌ એ બે સ્વર ચિદન જ પરથી સાબિત થાય છે તેમ ગુજરાતી લિપિમાં એ, એ, ઓ અને ઔ એ ચારેય સ્વર-ચિહન “અ પરથી સાધિત થયાં.