Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫).
મુઘલ કાલ
૧૭ મી સદીના ઉત્તરાર્ધના નસ્તાલીકના બીજો સુદર નમૂનામાં જૂનાગઢ માંગરોળ તથા તેમનાથ૪૮ ખાતે ઔરંગઝેબના સોરઠના સૂબેદાર શાહવટી ખાન દ્વારા જારી કરાયેલ આદેશવાળા લેખ ઉપરાંત અમદાવાદને ઈ.સ. ૧૬પ૧ને. જીવણપોળની મસ્જિદનો તથા બાદશાહના હજીરામાં આવેલા કોટવાલખાનને ઈ.સ. ૧૬૫૬ ને મૃત્યુલેખ તથા પીર મુહમ્મદશાહના રોજાની મસ્જિદમાંનો ઈ.સ. ૧૬૮૧નો તથા હજરત મૂસા સાહેબની દરગાહની મસ્જિદને ઈ.સ.૧૬૮૮૮૯,૪૯ સુરતમાં અબ્દુર હેમાન નામે સુલેખનકારના હસ્તે અભિલિખિત ઈ.સ. ૧૬૮૧ ને તથા એજ વર્ષમાં ટીડેલ મરિજદને અબૂર દ્વારા લખાયેલે ૫૦ પાટણને અધૂર, પણ આ શતકના અંતમાં લખાયેલો,પ૧ એવા અભિલેખોનો સમાવેશ થાય છે.
ઉપરવાળા બધા લેખ ઊભરાઈ આવેલા અક્ષરોમાં કંડારવામાં આવ્યા છે, માત્ર ભરૂચના ૧૬૦૯-૧૦ વાળા બે લેખ પથ્થરની અંદર કોતરી કાઢેલા અક્ષરોમાં છે. ભરૂચ તેમજ સુરતના ૧૮ મા શતકના સંખ્યાબંધ અરબી તેમજ ફારસી લેખ આવી રીતે સંસ્કૃત લેખની જેમ કોતરવામાં આવેલા છે. ભરૂચની કાટવાળ મસ્જિદનો ઈ.સ. ૧૭૨૧-૨૨ ને સુતરની ટીંડેલ મસ્જિદને ઈ.સ. ૧૬૮૧, ગોપીતલાવના ઈ.સ. ૧૭૧૭-૧૮ના લેખ (જેમાંના એકમાં સુલેખનકાર વલીઉલ્લાહનું નામ મળે છે), ભાગલબીરિયા દરવાજાનો ઈ.સ. ૧૭૨ ને, મુલામજિદને ઈ.સ. ૧૭૨૨-૨૩ ને, લાલ દરવાજાને ઈ.સ. ૧૭૩૮-૩૯નો પર આ બધા લેખ સુંદર નસ્તાલીક સુલેખન અને વિવિધ આકારની કલાત્મક પિનલેની મનહરતા માટે બેંધપાત્ર છે.
૧૮ મા શતકના ઊભરાઈ આવેલા અક્ષરવાળા બીજાં સ્થળોના સંખ્યાબંધ નમૂના ઉપલબ્ધ છે; જેમ કે અમદાવાદના સલાપસ રોડ ઉપર આવેલા મુસ્લિમ યતિમખાના પર તેમજ પાસે મુઘલ સૂબેદાર સુજાતખાનના રોજા અને મસ્જિદના ઈ.સ. ૧૭૦૧ ની આસપાસના તેમજ રાજા રઘુનાથ દ્વારા નિર્મિત પાંચકૂવા પાસેની વાવને ઈ.સ. ૧૭રર-ર૩ ને, ૫૩ ગોધરાની નગીના મસ્જિદ ઈ.સ. ૧૭૩૬-૩૭,૫૪ વગેરે. આ બધા લેખેનું નસ્તાલીક આલેખન ઉચ્ચ કોટિનું છે.
મુઘલ સત્તાના અસ્ત સમયે નસ્તાલીકના અભિલેખની શૈલીમાં આવાં અવનતિનાં એંધાણ મળે છે, પણ સમગ્ર રીતે જોઈએ તે સુલેખન સાવ ઊતરતી કક્ષાએ ગયું નથી અને સાધારણ સુંદર કહી શકાય તેવા સંખ્યાબંધ નમૂના અમદાવાદ ખંભાત સુરત ભરૂચ જૂનાગઢ માંગરાળ કુતિયાણા ભૂજ સમી (જિ. બનાસકાંઠા) વગેરે સ્થળોએ મળી આવે છે. ૧૫ આ બધામાં ખંભાતના નવાબી