Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૧
ધર્મ-સંપ્રદાયો
૧. હિંદુ-જૈન હિંદુ ધર્મના બે મુખ્ય સંપ્રદાય તે શૈવ-શાક્ત અને વૈષ્ણવ. સાતમાઆઠમા સૈકામાં શૈવ ધર્મ એ પાશુપત, શૈવ, કોરકસિદ્ધાંત અને કાપાલિક એ ચાર સંપ્રદાયે રૂપે વિભક્ત થયેલ હોવાના પુરાવા મળે છે. લગભગ ૧૪ મા સૈકા સુધી આ ચારેય સંપ્રદાય પ્રચલિત હતા, પણ સમસ્ત દેશમાં તેમજ ગુજરાતમાં પાશુપત સંપ્રદાયને વિશેષ પ્રચાર હતો એમ જણાય છે. મુસ્લિમ આક્રમણનું જે પ્રબળ મજુ ગુજરાત ઉપર આવ્યું તેમાં સોલંકી કાલમાં બંધાયેલાં વિશાળ અને ભવ્ય શિવમંદિરને તથા પાશુપત મને ઘણે અંશે લેપ થઈ ગયો અને સાદા શૈવ ધર્મ પૌરાણિક શિવભક્તિના રૂપમાં જીવંત રહ્યો. ગુજરાતનું ભાગ્યે જ કોઈ ગામડું એવું હશે, જેમાં ગામની વચ્ચે ચેરામાં કે પાદરે એકાદ શિવલિંગ કે શિવમંદિર ન હોય અથવા એકાદ મંદિરમાં સીતારામ, રાધાકૃષ્ણ કે લક્ષ્મીનારાયણની પૂજા થતી ન હોય
ગોરખનાથ સંપ્રદાય કે નાથ સંપ્રદાય કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે યુગ સંપ્રદાય છે, પણ ફહર વગેરે અભ્યાસીએ એને જૂના કાપાલિકા મત સાથે સંબંધવાળો શૈવ સંપ્રદાય ગણે છે, એમાં ગરખનાથની શિવરૂપે પૂજા થાય છે. આથી શિવમાર્ગના વિમર્શમાં નાથ સંપ્રદાયનો પણ સમાવેશ કરે ઉચિત છે. કચ્છમાં ધીણોધરનું સ્થાનક નાથ સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે. મુઘલ કાલમાં ધીણોધરના સ્થાનકની જાગીર રાજ્ય તરફથી ઘણું દાન મેળવતી હોઈ સમૃદ્ધ હતી. એ સ્થાનકના વહીવટદાર સ્થાનકના નામે ધીરધારને ધંધો કરતા. એના સં. ૧૬૦૧ થી સં. ૧૭૦૨ સુધીના ચોપડા મળ્યા છે તે ઉપરથી એ સ્થાનકનાં વહીવટ અને વ્યવસ્થા તથા આસપાસની પ્રજા સાથેના એના સંબંધ અંગે ઘણું જાણવા મળે છે. કચ્છમાં આ ઉપરાંત નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પણ નાથ સંપ્રદાયની જાગીર હતી. તળ-ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામ-નગરોમાં લગભગ સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમય સુધી એવાં શૈવમંદિર કે એવા