Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૭૦].
મુઘલ કાલ
શત્રુંજય તીર્થ વિશે માહિતી આપતાં “મિરાતે અહમદી'એ મોટા ખર્ચે થતી સંઘયાત્રાઓને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કચ્છમાં ભદ્રેશ્વર, પાટણ તાબે મુંજપુર પાસે શંખેશ્વર, ખેરાળુ પરગણામાં તારંગાના પહાડ ઉપર તીર્થંકર અજિતનાથ, આબુ ઉપરનાં મંદિર, મેશ્રી લેકની અંબા માતા પાસે કુંભારિયા, જંબુસર પરગણામાં કાવી, અમદાવાદ પાસે નરોડા, નવાનગરનાં મંદિરે તથા અમદાવાદનાં મંદિરોને એમાં ઉલ્લેખ છે. અમદાવાદ વિશે એ લખે છે: “ઘણા મહેલાઓમાં જૂના વખતથી મુસલમાનોની બીકના લીધે ભેંયરામાં દેરાં કરેલાં છે. બિહારના જૈન તીર્થ સમેતશેખરની અનુકૃતિરૂપ અમદાવાદના સમેતશિખર પ્રાસાદનો ઉલ્લેખ “મિરાતે અહમદી'માં છે તે માંડવીની પિળમાંનું સમેતશિખરનું મંદિર હશે. એ મંદિર ઈ.સ.ના ૧૮ મા સૈકાની અધવચ્ચે બધાયું હતું.પ હમણાં શ્રાવકે લાંબા અંતરને કારણે અસલ જગાએ દર્શનાર્થે જઈ શકતા નથી, તેથી તેઓ અહીં આવે છે એ અલી મુહમ્મદખાનનું કથન વસ્તુદર્શાવે છે. એણે આપેલા કારણમાં “મિરાતે અહમદી'ના રચના સમયે ગુજરાતમાં તેમજ અન્યત્ર પ્રવર્તતી અસ્થિર અને બિનસલામત રાજકીય પરિસ્થિતિનું કારણ પણ ઉમેરવું જોઈએ.
પરંતુ ગુજરાતમાં મુઘલ પાદશાહ અકબર જહાંગીર અને શાહજહાંનો રાજયકાલ એ શાંતિ અને વેપારી આબાદીને કાલ હતો તથા ઔરંગઝેબના રાજ્યકાલમાં પણ શાસન પક્ષે થયેલાં ધાર્મિક ભેદભાવ અને સાંપ્રદાયિક દમને બાજુએ રાખીએ તો એકંદરે જાનમાલની સલામતી હતી. ગુજરાતની જૈન ધર્મનુયાયી પ્રજા બહુશી વેપારી પ્રજા હતી. સલતનત કાલમાં જૈન મંદિરો બાંધવાની પ્રવૃત્તિમાં ઓટ આવી હતી, જ્યારે મુઘલ કાલમાં એ પ્રવૃત્તિ વેગવાન બનતી જણાય છે.
આર્થિક સ્થિતિ વિશેના પ્રકરણમાં જેમને નિર્દેશ છે તે શાહ વજિયા અને રાજિયાએ વિજયસેનસૂરિની પ્રેરણાથી ખંભાતના સાગોટા પાડામાં સં. ૧૬૪૪ (ઈ.સ. ૧૫૮૮)માં જૈન મંદિર બંધાવ્યું હતું. સં. ૧૬૬૧(ઈ.સ. ૧૬૦૫)માં માણેકચોકમાં સની તેજપાલે ચિંતામણિ પાર્શ્વનાથ અને આદીશ્વરના મંદિરમાં વિજયદેવસૂરિ પાસે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. વિજયપ્રશસ્તિ' કાવ્યમાંના વર્ણન અનુસાર, વિજયસેનસૂરિના ઉપદેશથી તારંગા શંખેશ્વર સિદ્ધાચલ(શત્રુજય) રાણપુર આરાસણ વિજાપુર વગેરે સ્થળો એ મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા અને કાવી ગંધાર અમદાવાદ ખંભાત પાટણ વગેરે નગરમાં લગભગ ચાર લાખ જિનબિંબની એમને હાથે પ્રતિષ્ઠા થઈ હતી.૪૭ પાટણમાં વનરાજ ચાવડાએ બંધાવેલા પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ વિજયસેનસૂરિના ઉપદેશથી થયો હતો. એમાં હીરવિહાર નામે સ્થાનમાં હીરવિજયસૂરિ