Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ’]
ધમ સંપ્રદાયા
[393
અકબરે જૈન આચાર્યોને બક્ષેલાં ફરમાનેમાં એ માન વિશેષતઃ તેંધપાત્ર છે; એક ઈ.સ. ૧૬૦૧નું અને બીજુ ઈ.સ. ૧૬૦૪નું. ઈ.સ. ૧૫૯૫ માં હીરવિજયસૂરિના સ્વર્ગવાસ પછી વિજયસેનસૂરિ એમના પટ્ટધર થયા અને ઈ.સ. ૧૬૧૫ સુધી એ સ્થાને રહ્યા. એમતી સાથે લાહેરમાં થયેલી પ્રથમ મુલાકાત અકબર પાદશાહ ભૂલ્યેા નહેાતા અને એમને હીરવિજયસૂરિ જેવું જ સમાન આપતા હતા. ઈ.સ. ૧૬૦૧ ના ક્રમાનમાંથી આ સ્પષ્ટ છે, એ ફરમાન ઉપર નિશાન અકબરશાહનું છે તથા ગુજરાત સૂબા( પ્રાન્ત )ના તથા સેારઠ સરકાર (લાકા)ના હાકેમા જાગીરદારા અને મુત્સદ્દીઓને ઉદ્દેશીને એ કાઢવામાં આવ્યું છે. એ એક સર્વસંગ્રહાત્મક ક્રમાન છે અને જેતેાની તરફેણમાં કાઢવામાં આવેલાં અગાઉનાં સર્વ માતાને આવરી લે છે. એમાં જણાવ્યું છે કે આ ફરમાનની પાછળ નૈાંધેલા દિવસેાએ ગાય બળદ અને ભેંસને મારવાને તથા એ પ્રાણીઓનુ માંસ ખાવાના પ્રતિબંધ છે, ઝાડ ઉપર કે ઘર ઉપર નાળા ખાંધતા પક્ષીઓને શિકાર કરવાના કે તેઓને પાંજરામાં પૂરવાને પ્રતિબંધ છે. વળી વિજયસેનસૂરિ અને એમના શિષ્યાની યાગસાધના અને ઈશ્વરભક્તિની સચ્ચાઈની પાદશાહને પ્રતીતિ થઈ હોવાથી ક્રૂરમાવવામાં આવે છે કે બીજા કોઈએ એમનાં મંદિરે કે ઉપાશ્રયામાં રહેવું નહિ અથવા એમનું અપમાન કરવું નહિ, આવાં સ્થળાની મરામત કરવાની જરૂર ઊભી થાય ત્યારે કોઈએ અજ્ઞાન કે ધર્માંધતાને કારણે એમાં અડચણ કરવી નહિ. ઈશ્વરને નહિ જાણનારા કેટલાક લેાકેા વરસાદ અટકાવી દેવાના અને એવાં જાદુકપટ કરવાના આરેાપ આ સાધુએ ઉપર મૂકે છે, એમને હેરાન કરે છે અને એમને ધાર્મિક વિધિએ કરતાં અટકાવે છે તેથી અમે ફરમાવીએ છીએ કે આ નમ્ર મનુષ્ય ઉપર એવાં આળ ચડાવવાં જોઈએ નહિ અને એમનાં વિશ્રામસ્થાનામાં એમને પેાતાના ધર્માનુસાર ઈશ્વરસાધના કરવાની અને આચારપાલનની છૂટ આપવી જોઈએ,
ગુજરાતના જૈન આચાર્યા સાથેને અકબરને પરિચય એના જીવનના અંતેઢાળ સુધી ચાલુ રહ્યો હતા. એના અવસાનના એક જ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૬૦૪ માં એણે બહાર પાડેલા ફરમાનથી એ વસ્તુ પુરવાર થાય છે. વાડીપાર્શ્વનાથના મંદિરના શિલાલેખમાં જણાવ્યું છે તેમ, ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિએ ઈ.સ. ૧૫૯૨ માં ખંભાતમાં અકબર પાસેથી અમારિનું ફરમાન મેળવ્યું હતું. એ સમયે જિનચંદ્રસૂરિએ અકબરને વિન ંતી કરી હતી કે મુઘલ સામ્રાજ્યના કોઈ પણ પ્રદેશમાં ખાર દિવસ સુધી પશુપક્ષી કે માછલી મારવાના નિષેધ કરતુ ક્રૂરમાન આપે આ પહેલાં હીરવિજયસૂરિતે બહ્યું છે; હવે આવા હુકમ વધુ