Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૧૬] બુઘલ કાલ
[પ્ર. વિઠ્ઠલનાથજીએ અકબર પાદશાહ ઉપર સારો પ્રભાવ પાડ્યું હતું. અકબરે ખાસ ફરમાન બહાર પાડી વિઠ્ઠલનાથજીને કોઈ પ્રકારની કનડગત વિના ગોકુળમથુરામાં રહેવા દેવાને, એમની ગાયને ખાસા જમીનમાં દેવાને તેમજ જતીપુરા અને ગોકુળને સર્વ પ્રકારના કોરાથી મુક્ત કરીને પેઢી, યાવચંદ્રદિવાકરી ભગવટો કરવાનો હુકમ આપે હતો.૨૧
મથુરામાં વિઠ્ઠલનાથજીની હવેલી એક તીર્થધામ બની હતી. સાત પુત્રોને એમણે સાત સેવા સેંપી દીધી હતી અને એ રીતે સાત ઘર-મંદિર બન્યાં હતાં અને એથી એ સ્થાન “સતધરા” તરીકે જાણીતું થયું હતું. ૨૨
વિઠ્ઠલનાથજીના સ્વર્ગવાસ પછી એમના સાતે પુત્રોની સાત ગાદી સ્થપાઈ અને પુષ્ટિમાર્ગ “સંપ્રદાય” તરીકે વ્યાપક બન્યો. મથુરા ઉપદ્રવને કારણે શ્રીનાથજીને તેમજ ઠાકોરજીનાં અન્ય સ્વરૂપને પછીના આચાર્યોએ અન્યત્ર પધરાવવાનો નિર્ણય કર્યો. સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૨)માં ઉદયપુરના રાણું રાજસિંહના આગ્રહથી શ્રીનાથજીને મેવાડના સિહાડ નામે સ્થળે મંદિરમાં પધરાવવામાં આવ્યા એ સ્થાન-નાથદ્વારા પુષ્ટિમાર્ગના પ્રમુખ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. સાત સ્વરૂપમાંથી છઠ્ઠા શ્રી બાલકૃષ્ણજીને ઉત્તરોત્તર એકબીજા સ્થાનમાં થઈ છેવટે સુરતમાં આવ્યા અને એ રીતે એક ગાદી ગુજરાતમાં થઈ. ૨૩
શ્રી વિઠ્ઠલનાથજીને કાલ મુઘલાઈથી પૂર ચડતીને હતો. કલાકારીગરી સાથે સાથે મજશેખની સમૃદ્ધિ એની શ્રેષ્ઠ કટિએ એ યુગમાં પહોંચી હતી. અને આપણે જોઈએ છીએ કે શ્રી...નાં શૃંગાર, વેશભૂષા ધરવાની વિભિન્ન અન્નસામગ્રી સંગીત, સાહિત્યરચના આદિમાં સર્વોત્તમતા વૌષ્ણવ મંદિરમાં જ સ્વીકારવામાં આવી, પલાઈ, ફાલી- ફલી. શ્રી.....નાં વેશભૂષા અને અનસામગ્રીમાં પણ મુઘલાઈ કાલનું અનુસરણ આપણને ઠેરઠેર જોવા મળે છે. શ્રીનાથજીયમુનાજીન. શૃંગાર–વેશભૂવા આદિકમાં નજરે જોતાં જ આપણે આ અનુભવી શકીએ છીએ, છપ્પન ભોગની સામગ્રીમાં અનેક પ્રકારનાં મિષ્ટાને, તળેલા પદાર્થો આદિ વિભિન્ન વાનીઓમાં ઈરાની મજશેખનાં સુંદર જે પરિણામ ભારતવર્ષને ભેટ મળ્યાં તે જોવા-આસ્વાદને વેગ આપણને મળે છે. ખુદ શ્રીવિઠ્ઠલનાથજીથી લઈ શ્રીહરિરાયજી શ્રી પુરુષોત્તમજી જેવા મહાન વૈષ્ણવ આચાર્યોની વેશભૂષામાં મુઘલ-રાજપૂત વેશભૂષાનાં દર્શન આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. ૨૪