Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લિપિ
૧૦ મું!
[૫૫ નમૂનાઓની હરોળમાં મૂકી શકાય. પ્રસ્તુત ગઢમાં આવેલી મસ્જિદ અને તમામ તથા બહાર થોડે દૂર આવેલા એક કૂવા પર આ સમયના જે અભિલેખ છે ૪૨ તેમની નસ્તાલીક શૈલી પણ એવી જ સુંદર છે. અમદાવાદમાં આઝમખાને એક વર્ષ પહેલાં બંધાવેલા અને એના નામથી ઓળખાતા મહેલના પ્રવેશદ્વારને એક લેખ આ શૈલીનો ઉત્કૃષ્ટ નમૂન છે. ૪૩ આવી જ ઉત્કૃષ્ટ શૈલીને બીજે નમૂને, ઈ.સ. ૧૬૪૪ ને, સુરતની સરાઈના લેખમાં મળે છે, જે અત્યારે મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે. ગદ્ય અને પદ્યમાં રચિત આ લેખ લંબ ચોરસ શિલા પર વચમાં ત્રણ પંક્તિઓમાં આડી મહેરાબી પેનલો અને એની ચારે બાજુ આ પેનલથી અર્ધી પહોળા કદના પદમાં કંડારેલ છે. વચલી પેનલના પદ્યલખાણમાં મહાન મુઘલ અધિકારી હકીકત ખાન દ્વારા મોટા સુંદર નસ્તાલીક અક્ષરોમાં સરાઈ–નિર્માણને ઉલ્લેખ છે. પેનલો તથા પટ્ટા સાથે અક્ષરના કદનું વિરોધાભાસી વૈવિધ્ય, અક્ષરોના વક્ર ભાગો કે આડા ઊભા લસરકાઓના ઉઠાવ ઉપરાંત તેઓની વચ્ચે જળવાયેલું સંતુલિત અંતર તથા શૈલીની કુમાશ દ્વારા યક્ત થતા કલાકૌશલની હૃદયંગમ મને હરતાએ આ લેખને નસ્તાલીકના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. લેખમાં સુલેખનકાર મુહમ્મદ અમીન મહદીએ પોતાનું નામ પણ આપ્યું છે.
આવી જ અત્યંત મનોહર અને સ્નિગ્ધ નસ્તાલીક શૈલીવાળો ૧૧ કડીઓના કાવ્યને લેખ અમદાવાદમાં ખાનપુરમાં આવેલી શાહ અબ્દુલ વહાબ સાહેબની દરગાહની મસ્જિદમાં છે." ઈ.સ. ૧૬૫૪માં શાહજાદા મુરાદબમ્બની સૂબાગીરી સમયે મુકાયેલો આ લેખ સાદી કમાન આકારની આડી પેનલોની બે બે પંક્તિઓમાં ઉત્તમ કોટિની નસ્તાલીક શૈલીમાં અભિલિખિત છે અને આ શૈલીને શ્રેષ્ઠ નમૂને પૂરો પાડે છે.
નસ્તાલીક ૧૭મા શતકના બીજા ઉત્તમ નમૂનામાં જૂનાગઢ તથા અમદાવાદમાં ઉપલબ્ધ ઔરંગઝેબના સમયમાં ગુજરાતના સૂબેદાર સરદારખાનના અભિલેખ પણ ઉલ્લેખનીય છે. જૂનાગઢના સરદારબાગમાં આવેલી મસ્જિદ તથા બીજી ઇમારતો પરના ઈ.સ. ૧૬૮૦-૮૧ ને લેખનું સુલેખન ઉચ્ચ કોટિનું અને એનાથી પણ વધુ સુંદર નસ્તાલીક શૈલીવાળો અમદાવાદમાં જમાલપુરમાં આવેલા સરદારખાનના રોજાને મૃત્યુલેખ છે.૪૭ ઈ. સ. ૧૬૮૩-૮૪ લગભગનો ચારે બાજુ સુંદર ફૂલપત્તીની જાડી પટ્ટી વચ્ચે સાદી પેનલ પાડ્યા વગરની જગ્યામાં અભિલિખિત આ લેખ નિઃશંક આ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓમાં મૂકી શકાય.