Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મુ]
૫ . લસરકાઓનું તાલબદ્ધ ક્રમવાર અને સમાતર નિરૂપણ નેધપાત્ર છે. ખંભાતના ઈ.સ. ૧૬૨–૨૮ ના અભિલેખનું નખ આલેખન સુલેખન-કલાની દષ્ટિએ તે અંદર છે, પણ દેખાવમાં એટલું આકર્ષક નથી. આ અભિલેખના સુલેખનકાર ચાંદ મુહમ્મદચિતીએ પોતાના નામને નિર્દેશ કર્યો છે. ખંભાતના બીજા એક ઈ.સ. ૧૬૪૬-૪૭ ના લેખની નખ પણ સારી છે. આ જ અરસામાં ઈ.સ. ૧૬૪૯ માં મુકાયેલા અમદાવાદની મુહાફિઝખાનની મસ્જિદના પ્રવેશદ્વાર તેમજ પાણીના ટાંકાના નિર્માણને લગતા બે અભિલેખ નખ શૈલીના ઉચ્ચ કેટના નમૂના ગણાય.૩૨ નખશૌલીને એક બીજો સુંદર નમૂને- ૧૭ મી સદીના અંત કે ૧૮ મી સદીના પ્રારંભને ગોધરાના એક લેખમાં જોવા મળે છે. ૩૩
પણ નખના આ બધા કરતાં અત્યંત ઉત્કૃષ્ટ નમૂના અમદાવાદની આઑડિયામાં આવેલી કાઝી સાહેબની મસ્જિદના બે અભિલેખ છે. ૩૪ એઓની વર્ષ–સંખ્યા દર્શાવતા કોને ગ્રામ(તિથિબંધ)વાળા શબ્દસમૂહ નખમાં છે. " - આનાથી પણ વધુ સુંદર અને મુઘલકાલીન નખરૌલીને નમૂનાઓમાં સહેજે સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવે તેવો અભિલેખ અમદાવાદની હઝરત મૂસા સહાગની દરગાહની મસ્જિદમાં છે, જે ઈ.સ. ૧૬૯૦-૯૧માં જલાલ નામના કલાકારના હસ્તે કંડારવામાં આવ્યો હતો. એના ન અક્ષરનો ઢાળ તેમજ મરોડ
–એ ઊભા ત્રાંસ કે આડા લસરકાઓનું પ્રમાણ સમાંતર આલેખન આ સુલેખનકારની કલા પ્રતિભાનાં દર્શન કરાવે છે. ઉપરાંત લંબચોરસ શિલા પર ત્રણ જાડી પટ્ટીવાળી આડી પેનલમાં ગોઠવેલા લખાણની દરેક પેનલના લખાણના ઊભા લસરકાઓને કાપતા તથા આ રીતે પૈનલને ૧: ૨ ના પ્રમાણમાં વહેંચી નાખતા આડા લસરકા ખેંચવામાં સુલેખનકારે જે કલાચાતુર્ય વાપર્યું છે તે લેખની આકર્ષતામાં વધારો કરે છે. આ લેખની નીચે અંકિત થયેલાં ફારસી લેખમાં નિર્માતાનું નામ “જાફર' આપવામાં આવ્યું છે. ૩૬
મુઘલકાલીન અભિલેખોની બીજી સુલેખનશૈલાઓમાં નસ્તાલીક શૈલી માં આલેખાયેલા લેખો સંખ્યા તેમ જ સુલેખન બંનેની દષ્ટિએ ચડિયાતા છે. એમાં સુંદર કહી શકાય તેવી શૈલીવાળા લેખે સારી સંખ્યામાં છે. આ કાલમાં નસ્તાલીક શૈલીના અભિલેખોની તેમજ એ શૈલીમાં હથોટી ધરાવનારા ક્લાકારોની સંખ્યા વધી હોય એ દેખીતું છે અને તેથી મુઘલકાલીન અભિલેખમાં ઈસવીના ૧૬ મા શતકના અંતથી જ નસ્તાલીક શૈલીના સુંદર નમૂનાઓનું પ્રમાણ વધારે છે.
ઈતિ-૬-૨૩