Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૨]
મુઘલ કાલ નખ કે થુલ્ય શૈલીને ‘રિકા' શૈલી જેવું આલંકારિક રૂપ અપાયું છે. એવા નમૂના પણ મુઘલકાલની અમદાવાદ ખંભાત પાટણ ને ઘેઘા જેવાં સ્થળોના અભિલેખમાં દષ્ટિગોચર થાય છે. ખંભાતના ૧૩ મી ૧૪ મી અને ૧૫ મી સદીના સંખ્યાબંધ મૃત્યુલેખમાં ઉચ્ચ કોટિનું “રિકા જેવું ઉત્કટ લાલિત્ય કે લાવણ્ય મળે છે તેવું ઉપયુક્ત અભિલેખામાં નથી, છતાં સુંદર કહી શકાય તેવી આ શૈલી મુઘલકાલના અભિલેખેની સુલેખનકલામાં એક જાતનું વૈવિધ્ય અપિત કરે છે તે નેંધપાત્ર છે.
આવો “રિકાવાળી નખ શૈલીનો ઉચ્ચ નમૂનો સરખેજમાં મહમૂદ બેગડાના રોજામાં આવેલી રાણી રાજબાઈની કબરના લેખમાં જોવા મળે છે, જે રાણીના મૃત્યુ વર્ષ ઈ.સ. ૧૫૯૦-૯૧ લગભગ કંડારવામાં આવ્યા હતા. ૨૩ આ શૈલાના બીજા નમૂનાઓમાં અમદાવાદની પીર મુહમ્મદશાહના રાજમાં આવેલી મસ્જિદના ઈ.સ. ૧૬૧૪ ના લેખને સમાવેશ કરી શકાય.૨૪ અમદાવાદમાં ઉપલબ્ધ ખંભાતની નવાબીના આદ્ય પુરુષ અને મુઘલ સુબેદાર મોમીનખાન ૧ લાનો ઈ.સ. ૧૭૪૩ નો મૃત્યુલેખ પણ અત્યંત સુંદર અને ઉચ્ચ પ્રકારની આ શૈલીમાં છે. ૨૫ આવા બીજા લેખમાં ખંભાતના નવાબી ખાનદાનના ઈ.સ. ૧૭૪ અને ૧૭૬૯ ના મૃત્યુલેખ પણ આ શૈલીના સુંદર નમૂનાઓની હરોળમાં આવી શકે.૨૬ ૧૯ મી સદીના પ્રારંભ સુધી આવી શૈલીના નમૂના ઉપલબ્ધ છે એ હકીક્તની નેંધ લેવી ઘટે. ૨૭
લાક્ષણિક નખ શૈલી, જે નસ્તાલીક પછી બીજા નંબરે પ્રાધાન્ય ધરાવે છે, તેના નમૂના વિવિધ કોટિના છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં તેમજ મુઘલ સત્તાના પ્રારંભથી લઈને અંત સુધી જોવા મળે છે. આમાં બીજી શૈલી સાથે નખને આંશિક પ્રયોગ થયો છે તેવા અને માત્ર નખને જ પ્રયોગ થયો છે તેવા લેખ લગભગ એકસરખી સંખ્યામાં છે. આ સંદર્ભમાં એ વસ્તુ નોંધપાત્ર છે કે મૃત્ય-લેખોમાં વિશેષ કરીને દાઉદી વહેરાઓનાં અમદાવાદના સરસપુરમાં આવેલા કબ્રસ્તનના ૧૬મી સદીથી લઈને ૧૯મી સદીના મૃત્યુલેખ-- જે અરબી ભાષામાં છે.)ની લેખન શૈલી નખ છે. ૨૮
મુઘલકાલીન અભિલેખેની નખ શૈલી અલંકૃત નહિ, પણ સાદી છે, પણ સમગ્ર રીતે સંતેષજનક છે. મુઘલ સત્તાના આરંભ–સમયને ઈ.સ. ૧૫૭નો. સ્થાનિક મુઘલ અધિકારીની પત્ની દ્વારા બંધાયેલી મસ્જિદને અભિલેખ આ શૈલામાં છે. આ અભિલેખમાં શિલાના અર્ધ ઉપરાંત સહેજ વધુ ભાગને આવરી લેતા મૂળ લખાણની પંક્તિબદ્ધ ગોઠવણ અને સૂત્રાક્ષરોના ઊભા અને આડા.