Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૦]
મુઘલ કાલ
[ પ્ર.
પાટણ પેટલાદ અમદાવાદ સરખેજ વેરાવળ ભરૂચ સુરત વગેરે જુદાં જુદાં સ્થળાએ મુકાયેલા છે. આ અભિલેખેામાં નખ્ખની સાથે યુથ શૈલીના પણ એ એક નમૂના છે. નખ અને થુથનું ચલણ ૫૭ માંથી લઈ ૧૯ મા શતક સુધી ઘેાડા પ્રમાણમાં ચોક્કસ ધટયું એમ ઉપલબ્ધ નમૂનાએ પરથી કહી શકાય. એ પ્રમાણે થુથના પ્રમાણમાં પણ કંઈ ખાસ ઘટાડા-વધારા થયા નથી,૧૪ ફૂફી લગભગ નહિવત્ છે, જ્યારે એકાદ જગ્યાએ નસ્તાલીકને ધસીટ રીતે લખતાં ઉદ્ભવેલી ‘શિસ્તા’ નામે ઓળખાતી એક વિભન્ન શૈલીમાં આલેખાયેલા એક અભિલેખ પણ મળે છે એ ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૮૧૨ ના અપવાદરૂપ ગણાય તેવા આ અભિલેખ રાંદેર (જિ. સુરત) માં એક કબર પર છે. ૧૫
ઐતિહાસિક લેખાતે મુકાબલે માત્ર ધાર્મિક સૂત્રેા કે ચિત્ સાથે વ સંખ્યા ધરાવતા અલિલેખાની સંખ્યા નાની નથી. તેએાનાં લખાણ મોટે ભાગે કુરાન શરીરફનાં અવતરણા હાઈ એ લગભગ સમગ્ર રીતે નખ્ખ કે થુલ્થ શૈલીમાં કાતરવામાં આવ્યાં છે. એમની શૈલી કલાકૌશલની દૃષ્ટિએ ચડતી—ઊતરતી કોટિની છે, પણ આ વિધાન છેવત્તે અંશે આ સમયે અભિલેખામાં વધુ પ્રચલિત તેમજ લોકપ્રિય એવી નતાલીક શૈલીના નમૂનાઓ માટે પણ કરી શકાય.
હવે આ કાલના અભિલેખાનુ શૈલીવાર વર્ણન અને તેની કલાકૌશલની ચડતી—ઊતરતી કાટિની વિસ્તી ચર્ચા કરીએ.
ઉપર કહ્યું તેમ આ સમયમાં કૂફી શૈલીને પ્રયાણ નહિવત્ થયા છે, પણ આ વસ્તુસ્થિતિ માત્ર ગુજરાતમાં નહિ, પણ ભારત તેમજ ઈરાન જેવા બીજા દેશામાંય ઓછેવત્તે અંશે જોવા મળે છે. સતનકાલમાં પણ આ પરિસ્થિતિ હતી. લેખનાં ‘બિસ્મિલા’ જેવાં પ્રાર ંભિક સૂત્ર કદાચિત્ કૂફીમાં લખાતાં એને પણ નમૂને આ કાલના અભિલેખામાં દુલભ છે.
યુË શૈલીના નમૂના પ્રમાણમાં જૂજ, પણ ઠીક એવી સંખ્યામાં મળે છે. આ અભિલેખા અમદાવાદ પાટણ ખ`ભાત કે ધાત્રા જેવાં સ્થળેાએ અમુક અરબી ભાષાના કે અરબી ભાષા જેમાં આંશિક રીતે વપરાઈ છે તેવા અભિલેખામા મળે છે. પણ આવા લેખેાની શૈલીની કલામયતા, અમુક અપવાદ સિવાય વિશિષ્ટતાવાળી નથી. સાથે સાથે એને સમગ્ર રીતે સાવ ઊતરતી કક્ષાની પણ ન કહી શકાય. આવા અભિલેખામાં ખ'ભાત અને અમદાવાદના ઈસવી ૧૭ મા શતકના અમુક મૃત્યુલેખાને સમાવેશ થાય છે.૧૬ આમાંના મેટા ભાગના અભિલેખામાં નખ લખાણના એક એક અક્ષર શૈલીની દૃષ્ટિએ સુંદર અને